જસદણનાં કોઠી ગામે ખેડૂત શિબિર યોજાઇ

12 June 2019 02:41 PM
Jasdan
  • જસદણનાં કોઠી ગામે ખેડૂત શિબિર યોજાઇ

Advertisement

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.12
જસદણ જસદણ તાલુકાના કોઠી ગામે વર્ધમાન ગ્રુપ દ્વારા બીસીઆઈ પ્રોજેક્ટ હેઠળ કૃષિ વિષયક માહિતી માટે ખેડૂત શિબિર યોજાઇ હતી. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત અધિકારી ડો. વેકરીયા સહિતના નિષ્ણાતો દ્વારા ખેડૂતોને કપાસ માં વૃદ્ધિ, ખાતર ની પસંદગી, બિયારણ ની પસંદગી સહિતના કૃષિ વિષયક વિવિધ મુદ્દા ઉપર ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરમાં કોઠી ગામ ના તેમજ તેની આસપાસના ગામડાઓના ખેડૂતોએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અનિરુદ્ધભાઇ વેકરીયા દ્વારા કરવામાં આવ્યુ હતું.


Advertisement