દરેક મંત્રીઓ જિલ્લા મથકે હાજર : સરકારના આદેશ

12 June 2019 02:20 PM
Rajkot Gujarat
  • દરેક મંત્રીઓ જિલ્લા મથકે
હાજર : સરકારના આદેશ

કેબીનેટની બેઠક પણ રદ કરતા મુખ્યપ્રધાન

Advertisement

રાજકોટ તા.12
વાયુ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આજરોજ મળનારી કેબીનેટની બેઠક પરિસ્થિતિને ઘ્યાનમાં લઇ રદ કરવામાં
આવી છે. ઉપરાંત દરેક મંત્રીઓને જિલ્લા મથકે હાજર રહેવાનો સરકારે આદેશ કર્યો છે.
વાયુ વાવાઝોડાની શકયતાના પગલે તંત્ર દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચના આપતા તમામ મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગયા છે. ઉપરાંત સરકારી તંત્રને પણ માર્ગદર્શન પુરૂ પાડશે અને આ તમામ મંત્રીઓ જિલ્લા કલેકટર અને સ્થાનિક અધિકારીઓ સાથે બચાવ કામગીરીમાં સહયોગ આપશે.
આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નવા ચૂંટાયેલા સાંસદોની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે વાયુ વાવાઝોડાની આ સ્થિતિને ઘ્યાનમાં લઇ બેઠક રદ કરવામાં આવી છે. તેમજ સંભવીત વાયુ વાવાઝોડાની સ્થિતિ પર રૂપાણી નજર રાખી રહ્યા છે.


Advertisement