એરફોર્સ હરકતમાં : પ્રભાવીત વિસ્તારોમાં હેલીકોપ્ટર રવાના

12 June 2019 02:18 PM
Ahmedabad Gujarat
  • એરફોર્સ હરકતમાં : પ્રભાવીત  વિસ્તારોમાં હેલીકોપ્ટર રવાના

Advertisement

અમદાવાદ તા.12
સૌરાષ્ટ્ર-ગુજરાતના સાગરકાંઠે વાયુ વાવાઝોડાથી ઉભી થનારી સંભવીત સ્થિતિમાં બચાવકાર્ય માટે એરફોર્સ પણ હરકતમાં આવી ગયું છે.
દક્ષિણ પશ્ર્ચિમ એર કમાન્ડના હેડ કવાર્ટર દ્વારા વાયુ સામે બચાવ કામગીરી માટે ગુજરાતના નોડેલ પોઇન્ટ પર મીડિયમ લીફટ હેલીકોપ્ટર્સ અને લાઇટ યુટીલીટી હેલીકોપ્ટર્સ ફાળવાઇ રહ્યા છે. જે રાહત બચાવ કામગીરી માટે સાધનોથી સજ્જ છે.
ગાંધીનગરમાં રડાર એકટીવીટી કરાયું છે. મોબાઇલ કોમ્યુ. વ્હીકલ્સ પણ મોકલાઇ રહ્યા છે. એર માર્શલ એચ.એસ.અરોરાએ આજે સ્થિતિની સમીક્ષા કરી છે.


Advertisement