મોરબી એનએસયુઆઇ યુવા પ્રમુખ તરીકે શક્તિપાલસિહની વરણી

12 June 2019 01:49 PM
Morbi
  • મોરબી એનએસયુઆઇ યુવા પ્રમુખ તરીકે શક્તિપાલસિહની વરણી

Advertisement

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.11
એનએસયુઆઇમાં રહીને વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલવા માટે હરહંમેશ ચિંતાતુર અને યુવાનોને મદદરૂપ થનાર શક્તિપાલસિહ ચુડાસમાની મોરબી શહેરના યુવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી એનએસયુઆઇમાં રહીને વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલવા માટે હરહંમેશ કાર્યરત રહેતા શક્તિપાલસિહ ચુડાસમાની મોરબી શહેરના યુવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.
જેથી તેની આ વરણીને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને ધારાસભ્ય લલિતભાઈ કગથરા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ રામભાઈ રબારી, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચિખલિયા, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ, તાલુકા પ્રમુખ કે.ડી.પડસુંબિયા સહિતના આગેવાનોએ આવકારીને તેને અભિનંદન પાઠવ્યા છે. વધુમાં મોરબી શહેરના યુવા પ્રમુખ તરીકે જવાબદારી સોપવામાં આવી છે ત્યારે શક્તિપાલસિંહએ કહ્યું હતું કે. મને પક્ષ દ્વારા જે જવાબદારી સોંપવામાં આવી છે એ બદલ હું પક્ષના આગેવાનોનો તેમજ આ તકે મારી પ્રદેશ કક્ષાએ રજૂઆત કરનાર મોરબી જીલ્લા એનએસયુઆઈ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા આભાર વ્યક્ત કર્યો હતો અને હું લોકોના કામ કરવા માટે સતત સક્રિય રહીશ તેવો કોલ આપ્યો છે.


Advertisement