મોરબી વકતૃત્વ સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદીરના વિદ્યાર્થીઓ ઝળક્યા

12 June 2019 01:48 PM
Morbi
  • મોરબી વકતૃત્વ સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદીરના વિદ્યાર્થીઓ ઝળક્યા
  • મોરબી વકતૃત્વ સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદીરના વિદ્યાર્થીઓ ઝળક્યા

વર્લ્ડ પોપ્યુલેશન ડે ના રોજ મોરબી તાલુકા કક્ષાએ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો દરમ્યાન તાલુકા કક્ષાએ ભાગ લેવા આવેલાં વિદ્યાર્થીઓમાં "પ્રથમ" ક્રમે આવેલ વિદ્યાર્થીની યાદી લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે અને ડાંગર કાવ્યા યોગવીરભાઈ, વિશ્મય કુમાર રવિન્દ્રભાઈ ત્રિવેદી અને બેલીમ માહીન સમીરભાઈનો આ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો છે જેથી શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ દ્વારા આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ શાળાઓ વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે અને આગામી જીલ્લા લેવલે વલ્ડ પોપ્યુલેશન ડે સ્પર્ધા તા 11/7ના રોજ યોજાશે તેમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ ની યાદી તા 8/7 સુધીમાં શાળા નાં લેટર પેડમાં જાહેર કરવામાં આવશે તેવું આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના એલ એમ ભટ્ટએ જણાવ્યું છે. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement