મોરબી જીલ્લાની શાળાઓ બે દિવસ બંધ

12 June 2019 01:47 PM
Morbi
Advertisement

જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.12
આગામી બે દિવસ ની અંદર વાયુ નામનું વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કાંઠે ત્રાટકે તેવી શક્યતા હોવાથી સલામતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા પણ તારીખ 12 અને 13 ના રોજ તમામ શાળાઓને બંધ રાખવા માટેની સૂચના આપી દેવામાં આવેલ છે.
મોરબી જિલ્લામાં આવતા નવલખી બંદર ઉપર પણ વાયુ નામના વાવાઝોડાની અસર જોવા મળે તેવી શક્યતા છે અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાવાઝોડું તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા શિક્ષણાધિકારી અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આગામી બે દિવસ માટે મોરબી જિલ્લાની તમામ શાળાઓને બંધ રાખવા માટેની સૂચના આપી દેવામાં આવી છે વધુમાં અધિકારીએ જણાવ્યું છે કે જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓને તારીખ 12 અને 13 ના રોજ બંધ રાખવાની છે.


Advertisement