દુબઈની મહિલાએ ઓનલાઈન ભીખ માંગી: માત્ર 17’દીમાં 35 લાખ મળ્યા

12 June 2019 01:38 PM
India Off-beat
  • દુબઈની મહિલાએ ઓનલાઈન ભીખ
માંગી: માત્ર 17’દીમાં 35 લાખ મળ્યા

બાદમાં મહિલાના પૂર્વ પતિએ મહિલાનો ભાંડો ફોડતા હાલ તે જેલનાં સળિયા પાછળ

Advertisement

દુબઈ તા.12
દુબઈની એક મહિલાએ ઓનલાઈન ભીખ માંગતા માત્ર 17 દિવસમાં અધધધ 35 લાખ રૂપિયાની કમાણી કરી લીધી હતી. જોકે બાદમાં આ મહિલાએ લોકોને ઉલ્લુ બનાવીને દાન મેળવતા હાલ તે જેલનાં સળીયા પાછળ છે.
આજના આધુનિક યુગમાં દાનની ટહેલના નામે કેટલાંક લોકો સોશ્યલ મિડિયા-ફેસબુક, ટવીટર, ઈન્સ્ટ્રાગ્રામમાં ઓનલાઈન ભીખ માગતા હોય છે.
સાઉદી અરબ અમીરાતનાં દુબઈમાં એક મહિલાએ ઓનલાઈન ભીખ માંગીને 17 દિવસમાં 35 લાખ રૂપિયા 50 હજાર ડોલર કમાઈ લીધા હતા.
લોકોની સહાનુભુતિ મેળવવા મહિલાએ પોતાને દુ:ખી જણાવતાં લોકોનું દિલ પીગળી જતા મદદ કરતા રૂા.35 લાખ એકઠા થઈ ગયા હતા.
જોકે આ મહિલાના પૂર્વ પતિએ તેની પોલ ખોલી દીધી હતી હાલ આ મહિલા જેલના સળીયા પાછળ છે. દુબઈ પોલીસે જણાવ્યું હતું કે મહિલાએ ઓનલાઈન એકાઉન્ટ ખોલાવ્યું હતું અને પોતાના બાળકોની તસ્વીર શેર ક્રી અને પોતાને ઘરેલુ હિંસાની શિકાર ગણાવી બાળકોના ભરણ પોષણ માટે આર્થિક મદદ માગી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે મહિલાના પતિએ પોલીસને ઈ-કોમર્સથી માહિતગાર કરી કહ્યું હતું કે બાળકો તેની સાથે રહે છે.
રસપ્રદ બાબત એ છે કે આ મહિલાનો ઓનલાઈન ભીખ માગવાનો આઈડીયા ભારતમાંથી મળ્યો હતો. ભારતની લોકસભા ચૂંટણીમાં જેએનયુનાં પૂર્વ સ્ટુડન્ટ ક્ધહૈયાકુમાર અને આપ નેતા આતિશી સહીત અનેક ઉમેદવારોએ ઓનલાઈન પ્લેટફોર્મ પર દાનની અપીલ કરતા તેમને દાન મળ્યુ હતું.
આજકાલ વિદેશોમાં પણ આ રીતે ઓનલાઈન દાનનું ચલણ વધ્યુ છે. જેને કાઉન્ડ ફન્ડીંગ કહેવામાં આવે છે. આજ પધ્ધતિ અપનાવીને મહિલાએ ઓનલાઈન ભીખ માંગી હતી.


Advertisement