વર્લ્ડકપ વિજેતા મેઘરાજા નકકી કરશે? હજુ છ મેચોમાં વરસાદનું વિધ્ન શકય

12 June 2019 01:21 PM
Sports
  • વર્લ્ડકપ વિજેતા મેઘરાજા નકકી કરશે? હજુ છ મેચોમાં વરસાદનું વિધ્ન શકય

આજે-કાલે અને રવિવારે હાઈવોલ્ટેજ મેચ ધોવાશે!:આ વર્લ્ડકપમાં ત્રણ મેચ પડતા મુકવા પડયા તે પણ નવો રેકોર્ડ બન્યો: સેમીફાઈનલ-ફાઈનલમાં રીઝર્વ ડે છે પણ તે પુર્વે ઉલટાપુલટાનો ભય

Advertisement

લંડન: ક્રિકેટ વર્લ્ડકપમાં ગઈકાલે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પણ વરસાદમાં ધોવાઈ જતા કરોડો ક્રિકેટ ચાહકો હવે આ વર્લ્ડકપમાં મેઘરાજા વિજેતા નકકી કરશે કે પછી ક્રિકેટની રમત તે પ્રશ્ર્ન સર્જાયો છે તથા હજુ આગામી સમયમાં રમાનારા ઓછામાં ઓછા છ મેચમાં વરસાદનું વિધ્નના સંકેત છે. જેમાં આજના ઓસ્ટ્રેલિયા-પાકીસ્તાન અને કાલના ભારત-ન્યુઝીલેન્ડ ઉપરાંત તા.16ના સૌથી વધુ ઉતેજક બની શકતા ભારત-પાક મેચમાં પણ વરસાદ વિધ્ન બની શકે છે તેવા સંકેત છે અને પ્રથમ વખત રાઉન્ડ રોબીન સીસ્ટમથી રમાઈ રહ્યો છે. જેમાં દરેક મેચમાં હાર-જીત મહત્વની બને છે અને તેથી વરસાદથી સમગ્ર મેચ પડતો મુકાય કે ડકવર્થ લુઈસથ પણ જો વિજેતા કે ટાર્ગેટ નકકી થાય તો કોઈ પણ ટીમને અન્યાય થવા જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ પડતી મુકવી પડી છે. જયારે શ્રીલંકા-અફઘાનની મેચમાં ડકવર્થ લુઈસ નિશ્ર્ચિત કરાયો છે. હાલની સ્થિતિમાં જે રીતે અફઘાન અને બાંગ્લાદેશ જેવી ટીમો પણ તનતોડ મહેનત કરીને કવોલીફાઈ બનવા ઉપરાંત સારી રમતનું પ્રદર્શન કરી રહી છે. તેનાથી વરસાદ તેઓની આશા પર પણ પાણી ફેરવે છે. ઈંગ્લેન્ડમાં હવામાન ખૂબ જ અનિશ્ર્ચિત છે. અહી ખાસ કરીને એશિયન ટીમોએ હવામાન સાથે પણ તાલ મિલાવવા એ એક અઘરુ છે. હવે આ સ્થિતિમાં સેમીફાઈનલ ક ફાઈનલ પણ જો વરસાદમાં ધોવાય તો શું?
આઈસીસીએ સેમીફાઈનલ-ફાઈનલ માટે રીઝર્વ ડે રાખ્યા જ છે પણ તે પુર્વેના મેચમાં વરસાદ કોઈ ‘લકી’ ટીમ નકકી કરી શકે છે પણ જો મેચ દિવસ અને અનામત દિવસ બન્નેમાં વરસાદ આવે તો જે ટીમ અગાઉના મેચમાં વધુ સારા પોઈન્ટ કે રનરેટ સાથે હશે તે ફાઈનલમાં જશે અને ફાઈનલ ધોવાઈ જાય તો પછી બન્ને ટીમ ‘વિજેતા’ જાહેર થશે.
જો સેમીફાઈનલ કે ફાઈનલમાં ટાઈ થાય તો સુપર ઓવરથી વિજેતા નકકી થશે.
આ ઉપરાંત વર્લ્ડકપ રમતી તમામ ટીમો વચ્ચે મેચની ફાળવણીમાં સંતુલન નથી તેવી ફરિયાદ ઉઠે છે. કોઈ ટીમને બે મેચ વચ્ચે પાંચ-પાંચ દિવસ મળે છે. જે વાત ટીમના જુસ્સા પર અસર થાય છે.

ભારતના બે સહીત છ મેચ જોખમમાં: આજથી રવિવાર સુધી વરસાદ શકય
આજે તા.12 ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન
તા.13 ભારત-ન્યુઝીલેન્ડ
તા.14 ઈંગ્લેન્ડ-વેસ્ટઈન્ડીઝ
તા.15 ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા
તા.15 અફઘાનીસ્તાન-સાઉથ આફ્રિકા
તા.16 ભારત અને પાકિસ્તાન

સેમી તથા ફાઈનલમાં રીઝર્વ ડે અને સુપર ઓવરની જોગવાઈ
વર્લ્ડકપના બે સેમીફાઈનલ તથા ફાઈનલમાં રીઝર્વ ડે રખાયો છે પણ બન્ને દિવસ વરસાદ આવે તો જે ટીમ પોઈન્ટ રનરેટમાં આગળ હશે તે ફાઈનલમાં જશે અને ફાઈનલમાં ટાઈમાં સુપર ઓવર-વરસાદની સ્થિતિમાં સંયુક્ત વિજેતા જાહેર થશે


Advertisement