વેરાવળ માટે આજે કતલની રાત : ગીર સોમનાથ જિલ્લો NDRF હવાલે

12 June 2019 12:36 PM
Veraval Gujarat Saurashtra
  • વેરાવળ માટે આજે કતલની રાત : ગીર સોમનાથ જિલ્લો NDRF હવાલે
  • વેરાવળ માટે આજે કતલની રાત : ગીર સોમનાથ જિલ્લો NDRF હવાલે
  • વેરાવળ માટે આજે કતલની રાત : ગીર સોમનાથ જિલ્લો NDRF હવાલે
  • વેરાવળ માટે આજે કતલની રાત : ગીર સોમનાથ જિલ્લો NDRF હવાલે

ગુરૂવાર સવાર સુધીમાં વાવાઝોડુ ત્રાટકવા ખતરો : ઉના સૂત્રાપાડા, કોડીનારમાં એલર્ટ : 11પ00 ગ્રામજનોનું સલામત સ્થળે સ્થળાંતર

Advertisement

વેરાવળ તા.12
અરબી સમુદ્રમાં 630 કી.મી. દુર વાવાઝોડુ વાયુ તેજગતિથી સૌરાષ્ટ્રદ-કચ્છહના દરીયાકાંઠા તરફ આવી રહેલ છે. જે સંભવત: બુઘવારની રાત્રીથી ગુરૂવાર સવાર સુઘીમાં સૌરાષ્ટ્રચ- કચ્છ-ના દરીયાકાંઠે ત્રાટકવાની શકયતા હોવાની સ્થિતિ ઉદભવી છે જેને ઘ્યાીને રાખી રાજય સરકાર અને ગીર સોમનાથ જીલ્લાર વહીવટી તંત્ર સાવચેતીના ભાગરૂપે આગોતરી કામગીરી કરી રહેલ છે ગઇકાલે બપોરે ગીર સોમનાથ કલેકટરે અઘિકારીઓ સાથે બેઠક યોજી વાવાઝોડોના સંભવિત ખતરાને ઘ્યા ને લઇ તકેદારીના ભાગરૂપે સલામતિ માટે કરવાની થતી તૈયારીઓ અંગે જરૂરી સુચનો આપી સમયસર તમામ કામગીરી પુર્ણ કરી લેવા તાકીદ કરી હતી.

સંભવિત વાવાઝોડાના ખતરા સામે સર્તકતાના ભાગરૂપે કરાયેલ કામગીરીની અંગે જીલ્લાર કલેકટર અજયપ્રકાશે જણાવેલ કે, ગીર સોમનાથમાં 70 નોટીકલ કી.મી. ના દરીયાકાંઠે પ1 ગામો વસેલા છે. જે ગામોમાં દરીયાની સપાટીથી નિચાણવાળા વિસ્તાલરમાં કાંઠા નજીક રહેતા 11,પ00 લોકો કે જેને વાવાઝોડાની અસર થઇ શકે તેમ હોવાની શકયતા હોવાથી આ તમામ લોકોનું બુઘવારના રોજ જે તે ગામની નજીકના સલામત સ્થાળે સ્થતળાંતર કરવાની કામગીરી કરવાનું નકકી કરાયુ છે. આ તમામ લોકો માટે જીલ્લાનમાં સાયકલોન સેન્ટવર, ગ્રામ પંચયાતના બીલ્ડીં ગો, શાળાઓ, જુદા-જુદા સમાજની વાડીઓ જેવા 110 રીર્ઝવ આશ્રય સ્થોનો ખાતે ખસેડાશે અને તમામ આશ્રયસ્થાોનો પર ખાવા-પીવા, રહેવા સહિતની તમામ જરૂરી સુવિઘાઓ ઉભી કરી દેવાય છે. આ આશ્રયસ્થાઅનોમાં 11,પ00 ઉપરાંત વઘુ 1પ હજાર લોકો રહે શકે તેવી વ્યરવસ્થાનઓ પણ રીર્ઝવ રાખવામાં આવી છે.

આ ઉપરાંત વાવાઝોડાના ખતરાને ઘ્યાવને લઇ તકેદારીના ભાગરૂપે રાજય સરકારે ગીર સોમનાથ જીલ્લાો માટે પાંચ એન.ડી.આર.એફ. ની ટીમો ફાળવી છે. જે ટીમો ગઇ કાલે રાત્રીના જીલ્લાચમથકે આવી પહોંચ્યા બાદ પાંચ પૈકીની વેરાવળમાં ર, સુત્રાપાડામાં 1, કોડીનારમાં 1, ઉનામાં 1 ટીમને તૈનાત કરાશે. વાવાઝોડુ જો ત્રાટકે તો ઓછામાં ઓછી ખુવારી થાય તે માટેના શકય તમામ પગલા સર્તકતાના ભાગરૂપે ગીર સોમનાથ વહીવટી તંત્ર ભરી રહેલ છે. જીલ્લા ના દરીયાકાંઠાના તમામ ગામોમાં તલાટીમંત્રીઓને હાજર રહેવા આદેશ કરાયો છે.
સાવચેતીના ભાગરૂપે તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારનાં હોમગાર્ડ તથા સ્વયંસેવકોની યાદી તૈયાર કરી હાથવગી રાખવી જેથી જરૂરીયાતના સમયએ તેમની મદદ લેઇ શકાય તેમજ જીલ્લામથક અને તાલુકા મથકે આવેલ તમામ મોટા હોડીગો ઉતારી લેવા સુચના અપાઇ છે. કોમ્યુનીકેશન ન ખોરવાઇ તે માટે બી.એસ.એન.એલ. ના ફોલ્ટ રીપેરીંગ ટીમને સ્ટેન્ડબાય રાખવા, આરોગ્યની ટીમોને હેડ ક્વાર્ટર ખાતે હાજર રહેવા સુચના આપી છે. આ બેઠકમાં ડીડીઓ રહેવરે, પુરવઠા અઘિકારી શીતલબેન પટેલ, નાયબ કલેકટર ભાવનાબા ઝાલા, એએસપી અમીત વસાવા, કોસ્ટગાર્ડના એ.આર.ભટટ, આરોગ્ય અધિકારી ડો.બી.એલ.આચાર્ય સહિત સબંધિત વિભાગના અઘિકારીઓ હાજર રહયા હતા.

રાજય હવામાન ખાતાની સુચનાથી ગઇ કાલે બપોરે બાર વાગ્યાપથી વેરાવળ બંદર પર બે નંબરનું ભય સુચક સિગ્નીલ ચડાવવામાં આવેલ છે. હાલ વેરાવળના દરીયામાં સામાન્યે કરંટ જોવા મળવાની સાથે દરીયાઇ મોજા સામાન્યસ દોઢથી બે મીટર જેવા ઉછળી રહયાનું જાણવા મળેલ છે. વેરાવળ નગરપાલિકા દ્વારા વાવાઝોડાની આગાહીના પગલે જોખમી હોડીગસ ઉતારવાની કામગીરી શરૂ કરેલ છે તેમજ મોબાઇલ ટાવર કંપનીઓને સ્ટ્રકચરસ્ટેબીલીટી એન્સ્યોર કરવા સુચના આપેલ તેમજ જર્જરીત મકાનોની યાદી તૈયાર કરવાની સુચના આપેલ છે. પડી જાય તેમ હોય તેવા સ્ટ્રીટલાઇટ પોલ દુરકરવા, ડીવોટરીંગ પંપની વ્યવસ્થા, ફાયબર બોટ, ત્રણ જેસીબી, 14 ટ્રેકટર સહીતની વ્યવસ્થા કરાયેલ હોવાનું ચીફ ઓફીસર જતીન મહેતાએ જણાવેલ છે.
હવામાન ખાતાની તા.11 થી તા.14 સુધીની વાવાઝોડાની આગાહીની સૂચના મુજબ આજે તા.1ર ના રોજ યોજાનાર ગંગા દશેરા ઉત્સવનો કાર્યક્રમ સંપૂર્ણપણે રદ કરવામાં આવેલ હોવાનું સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે એક યાદીમાં જણાવેલ છે.


Advertisement