સૈન્યની 10 ટુકડીઓ અસરગ્રસ્ત ક્ષેત્રમાં તૈનાત: 24 સ્ટેન્ડ બાય રખાઈ

12 June 2019 12:13 PM
Gujarat Saurashtra
  • સૈન્યની 10 ટુકડીઓ અસરગ્રસ્ત ક્ષેત્રમાં તૈનાત: 24 સ્ટેન્ડ બાય રખાઈ

ખાસ કંટ્રોલ રૂમથી રાજય સરકાર સાથે સંકલન કરશે

Advertisement

સૌરાષ્ટ્ર ભણી ધસમસી રહેલા વાવાઝોડા- ‘વાયુ’નો મુકાબલો કરવા ભારતીય સેનાની 10 કોલમ (ટુકડીઓ) જામનગર, દ્વારીકા, પોરબંદર, સોમનાથ, મોરબી, ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં ગોઠવવામાં આવી છે. ઉપરાંત આર્મીની 24 કોલમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દરેક કોલમમાં 70 જવાનો હોય છે જેમાં એન્જીનીયરીંગ, સિગ્નલ બ્રાન્ચના જવાનો કામચલાવ રીતે માર્ગો બનાવે છે તથા સંદેશાવ્યવહાર સ્થાપીત કરે છે. ઉપરાંત આર્મીની મેડીકલ ટીમ પણ આ ટુકડીઓ સાથે રહેશે. આર્મીએ તેનો સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખોલ્યો છે જે રાજય સરકારના કંટ્રોલ રૂમ સાથે સંકલનથી કામ કરશે.


Advertisement