વાવાઝોડુ ‘વાયુ’ માટે રેડ એલર્ટ જાહેર

12 June 2019 12:11 PM
Gujarat Saurashtra
  • વાવાઝોડુ ‘વાયુ’ માટે રેડ એલર્ટ જાહેર

દ્વારકા-પોરબંદર-ગીર સોમનાથ-દીવમાં સૌથી વધુ તબાહીનો ભય : મહતમ ગતિ સાથે જમીન પર ત્રાટકશે: કાચા-અર્ધપાકા મકાનોના છાપરા-છત ઉડશે: વિજ- ટેલીકોમ પોલ- હોર્ડીંગ્સ-વૃક્ષો ધરાશાયી થવાનો ભય: હળવી-મધ્યમ ભારે ચીજો હવામાં ઉડશે

Advertisement

રાજકોટ: સૌરાષ્ટ્ર ભણી ધસમસી રહેવા વાવાઝોડા ‘વાયુ’ની સતત વધતી જતી તાકાત જોતા ભારતીય હવામાન વિભાગે સૌરાષ્ટ્ર માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યુ છે અને વાવાઝોડાની હવાની ગતિ જોતા તે કચ્છ-દેવભૂમિ દ્વારીકા- પોરબંદર જીલ્લામાં ભારે નુકશાન કરી શકે છે. તેવી ચેતવણી આપવામાં આવી છે. હવામાન ખાતાએ જાહેર કર્યુ છે. દ્વારીકા-પોરબંદર-રાજકોટ-જુનાગઢ-દીવ-ગીર સોમનાથ અને ભાવનગર જીલ્લામાં ખેદાન મેદાન જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે. કાચા-અર્ધા પાકા મકાનોના છાપરા-છત ઉડી શકે છે. જુના મકાનો ધરાશાયી થઈ શકે છે. આ વાવાઝોડુ એક વખત જમીન સાથે ટકરાશે તે સમયે થોડું નબળું પડવાની શકયતા છે પણ તે શુક્રવારે પણ વ્યાપક વરસાદ લાવશે. હાલ આ વાવાઝોડુ દરીયાઈ ક્ષેત્રમાં 50-60 કીમીની ગતિએ છે પણ તે ફરી સમુદ્રમાં પ્રવેશતા જ તેની ગતિ ખતરનાક બનશે અને તા.12 થી 13 સુધી દરિયો અત્યંત તોફાની બની જશે. આ વાસ્તવમાં જામીન પર વીજ ટેલીફોન પોલ- વૃક્ષો તથા હોર્ડીંગ્સ વિ.ને ધરાશાયી કરશે તથા હળવી તથા મધ્યમ ભારે ચીજ હવામાં ઉડીને પડશે તેવો પણ ભય છે.


Advertisement