‘વાયુ’ વાવાઝોડુ વધુ ખતરનાક: કાલે ત્રાટકશે

12 June 2019 12:05 PM
Veraval Gujarat Saurashtra
  • ‘વાયુ’ વાવાઝોડુ વધુ ખતરનાક: કાલે ત્રાટકશે
  • ‘વાયુ’ વાવાઝોડુ વધુ ખતરનાક: કાલે ત્રાટકશે

હવામાન વિભાગે વાવાઝોડાને ‘અતિ તીવ્ર’ની શ્રેણીમાં મુકયુ : વેરાવળના દરિયાથી 340 કી.મી. દુર: 170 કીમી સુધીની ઝડપે પવન ફુંકાશે: અર્ધો ડઝન જીલ્લાઓમાં વિનાશ વેરે તેવી ચેતવણી : રાજય સરકાર-વહીવટીતંત્રના શ્ર્વાસ અધ્ધર : પ્રતિ કલાક 13 કીમીની ઝડપે આગળ ધપે છે: એનડીઆરએફ ઉપરાંત નેવી, કોસ્ટગાર્ડ તથા એરફોર્સ સ્ટેન્ડ-ટુ

Advertisement

૨ાજકોટ, તા. ૧૨
અ૨બી સમુમાં સર્જાયેલુ વાયુ વાવાઝોડુ વધુને વધુ ખત૨નાક અને શક્તિશાળી બની ૨હયું છે. જેને પગલે તેને અતિ તિવ્રની શ્રેણીમાં મુક્વામાં આવ્યું છે. આજે બપો૨ે વે૨ાવળના દરિયાકાંઠાથી ૩૦૦ ક઼િમી. દુ૨ ૨હયું છે. દિશા સામાન્ય ફંટાતા હવે મહુવા-પો૨બંદ૨ને બદલે પો૨બંદ૨-દીવની વચ્ચે દરિયાકાંઠા પ૨ ત્રાટકશે. ૧૭૦ કિલોમીટ૨ની ઝડપે પવન ફુંકાવાની ચેતવણી આપવામાં
આવી છે.

હવામાન વિભાગ ા૨ા આજે બપો૨ે જા૨ી ક૨વામાં આવેલા બુલેટીનમાં એમ જણાવવામાં આવ્યું છે કે વાયુ વાવાઝોડુ વધુ તીવ્ર બની ૨હયું છે. પ્રતિકલાક ૧૧ કિલોમીટ૨ની ઝડપે આગળ ધપી ૨હ્યું છે. ગોવાથી ઉત૨ પશ્ર્ચિમે ૪૬૦ ક઼િમી., મુંબઈની પશ્ર્ચિમ દક્ષિણ પશ્ર્ચિમે ૨પ૦ કી.મી. તથા વે૨ાવળના દિ૨યાકાંઠેથી ૩૦૦ કિલોમીટ૨ દક્ષિણે કેન્દ્વીત છે.
વાયુ વાવાઝોડુ ઉત૨ ત૨ફ આગળ ધપી ૨હયું છે પ૨ંતુ પછી ઉત૨ ઉત૨ પશ્ર્ચિમ ત૨ફ ગતિ ક૨ે તેવી શક્યતા છે. આ વાવાઝોડુ કાલે સવા૨ે વે૨ાવળની દક્ષ્ાિણે પો૨બંદ૨ અને દીવ વચ્ચેના દિ૨યાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે.

૧૪પ થી ૧પપ કિલોમીટ૨ની ઝડપે ત્રાટકશે અને પવનની
ઝડપ વધીને ૧૭૦ ક઼િમી. સુધી થઈ શકે છે. આવતીકાલે સાંજે સાડા પાંચ સુધી અતિ તિવ્ર અસ૨ ૨હેશે ત્યા૨બાદ પવનની ઝડપ તબકકાવા૨ ઘટવા લાગશે. ૧૪મીએ સવા૨ે ૧૦પ ક઼િમી. સુધી થઈ જવાની શક્યતા છે. ૧૪મીએ વાવાઝોડુ નબળુ પડીને ડીપ્રેશનમાં ફે૨વાઈ જશે.
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા છેલ્લામાં છેલ્લા બુલેટીનમાં એમ જણાવવામાં આવ્યું છે કે વાયુ વાવાઝોડુ વધુને વધુ ખતરનાક બની રહ્યું છે અને અતિ તીવ્ર વાવાઝોડાની શ્રેણીમાં મુકવામાં આવ્યું છે. પ્રતિ કલાક 13 કિલોમીટરની ઝડપે ઉતર તરફ અર્થાત સૌરાષ્ટ્ર બાજુ આગળ ધપી રહ્યું છે જે ગોવાથી 470 કિલોમીટર, મુંબઈના દરિયાથી 280 કીમી તથા વેરાવળના દરિયાથી 340 કિલોમીટર દુર કેન્દ્રીત છે.

આ વાવાઝોડુ ઉતર તરફ આગળ ધપતુ રહીને આવતીકાલે સવારે પોરબંદરથી મહુવા વચ્ચેના દરિયાકાંઠેથી ત્રાટકી શકે છે. 145 થી 155 કીમીની ઝડપે પવન ફુંકાશે જે ગતિ 170 કીમી સુધી જઈ શકે છે. વેરાવળ તથા દિવ પંથકનો સૌથી વધુ અસર થાય તેમ છે.

હવામાન વિભાગ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે આજથી જ તોફાની પવન સાથે વાવાઝોડાની અસર વર્તાવા લાગશે. આજે બપોરથી પવન વધશે અને મધરાત સુધીમાં 17 કીમી સુદીની ઝડપે પવન ફુંકાશે. આખી રાત 170 કીમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. આવતીકાલે સાંજ સુધી વાવાઝોડુ ધમરોળશે અને ત્યારબાદ તબકકાવાર અસર ઓછી થવા લાગશે.
ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર જીલ્લાઓમાં પવન સાથે આંધી ફુંકાવાની શકયતા છે.

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર તથા દિવમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જયારે આવતીકાલે પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તથા દિવમાં અતિ ભારે વરસાદ સાથે અમુક સ્થળોએ બેફામ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, ભાવનગર અને કચ્છમાં પણ કાલે ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અમુક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.

હવામાનખાતાના રીપોર્ટ પ્રમાણે આજે અને આવતીકાલે અરબી સમુદ્ર તોફાની બની રહેવાની ચેતવણી આપવામાં આવી છે. 15મી જુન સુધી દરિયો તોફાની બની રહે તેમ છે. બે મીટર કે તેથી વધુ ઉંચા મોજા ઉછળવાનીપણ ચેતવણી આપવામાં આવી છે.
પોરબંદર, ગીર સોમનાથ સહીત સૌરાષ્ટ્રના અર્ધો ડઝન જીલ્લાઓમાં વિનાશક અસર થવાની તથા વૃક્ષો-કાચા મકાનો ધરાશાયી થવાની ચેતવણી આપવામાં આવી છે. આ જીલ્લાઓમાં સરકારી તંત્રે વધુ ધ્યાન ફોકસ કર્યું છે.


Advertisement