30 વર્ષના હીટવેવનો લાંબાગાળાનો રેકોર્ડ તૂટવાના આરે

12 June 2019 11:43 AM
India
  • 30 વર્ષના હીટવેવનો લાંબાગાળાનો રેકોર્ડ તૂટવાના આરે

1988માં એકધારુ 40 ડીગ્રીથી વધુ તાપમાન રહ્યું હોઈ તેવા 33 દિવસો હતા: વધુ બે દિવસ હીટવેવ રહેશે તો ઈતિહાસ બનશે:મંગળવારે બે તૃતીયાંસ ભારતીયો ભઠ્ઠીમાં શેકાયા:1991 પછી હોટ દિવસ અને રાતની સંખ્યા વધી રહી છે:જલવાયુ પરિવર્તન સાથે હીટવેવની ફ્રીકવન્સી અને તીવ્રતા વધશે

Advertisement

નવી દિલ્હી તા.12
મંગળવારે લગભગ બે તૃતીયાંશ ભારતીયો હીટવેવના સકંજામાં હતા. જીવતા શેકી નાખે તેવી ગરમીથી ટ્રેનના 4 મુસાફરો માર્યા ગયા હતા, પાણી પુરવઠો સુકાઈ ગયો હતો અને હજારો પ્રવાસીઓ હિલ સ્ટેશને ધસી ગયા હતા. હીટવેવનો આ ગાળો ઈતિહાસમાં સૌથી લાંબો દર્જ થાય તેવી શકયતા છે.
ઉતર, મધ્ય અને ભારતીય ટ્રીપકલના વિશાળ વિસ્તારમાં ખાસ કરીને ઉતરપ્રદેશના ઝાંસી, રાજસ્થાનના યુરુ અને બિકાનેર, હરિયાણાના હિલાર અને ભિવાની, પંજાબમાં પતિયાલા અને મધ્યપ્રદેશમાં ગ્વાલિયર અને ભોપાલમાં પારો 45 ડીગ્રીને પાર કરી ગયો હતો.
પાટનગર દિલ્હીમાં પણ ગઈકાલ ઈતિહાસનો હોટેસ્ટ ડે (48 ડીગ્રી સેલ્સીયસ) દર્જ થયો હતો.
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે તીવ્ર વાવાઝોડું વાયુ ગુજરાત કાંઠે આગળ વધી રહ્યું છે અને વરસાદના વાદળો દરિયામાંથી ખેંચી રહ્યું હોવાથી ચોમાસાની રાહત હજુ થોડો દૂર છે.
હીટવેવનો ગાળો 32 દિવસ સુધી ચાલતા 2019નું વર્ષ ઈતિહાસમાં શેકી નાખે તેવા તાપમાનનો બીજા ક્રમનો લાંબોગાળો બન્યો છે. આગામી બે દિવસમાં ટેમ્પરેચરમાં નાટકીય ઘટાડો નહીં થાય તો 2018 ઈતિહાસમાં લાંબામાં લાંબો હીટવેવ સ્લેબ તરીકે નોંધાશે. જૂનના હજુ ત્રણ સપ્તાહ બાકી હોવાથી આવું બનવાની પુરી શકયતા છે.
1988માં હીટવેવના 33 અને 2016માં 32 દિવસો હતા. ભારતીય હવામાન વિભાગની પરિભાષા પ્રમાણે મેદાનોમાં મહતમ તાપમાન ઓછામાં ઓછું 40 ડીગ્રી સેલ્સીયસ અને પર્વતોમાં 30 ડીગ્રી હોય તો એ હીટવેવ છે.
જીવતા ભુંજી નાખે તેવી ગરમીથી લોકો સુકાઈ રહ્યા છે. કેરળ એકસપ્રેસમાં 4 વયસ્કો ઝાંસી ખાતે ગુંગળામણના કારણે મૃત્યુ પામ્યા હતા. અહી મહીનાની શરુઆતથી જ 45 ડીગ્રી તાપમાન છે.
અંગ દઝાડતી ગરમી છેક અણધારી નથી. આઈએનડીના ડેટાના આધારે અનેક વૈજ્ઞાનિક અભ્યાસોમાં હીટવેવની તીવ્રતા વધી રહ્યાની આગાહી કરવામાં આવી હતી. આઈએમડી, પૂણે ખાતેના વિજ્ઞાની ડીએસ ખાઈએ જણાવ્યું હતું કે 35 મીટીયોરોલોજીકલ સબડીવીઝનના લોંગ ટર્મ હીટવેવ ડેટાનો અભ્યાસ 1991 પછી દર વર્ષે હીટવેવમાં ત્રણ ગણો વધારો સૂચવે છે.
ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ટ્રોપીકલ મીટીયોરોલોજી (આઈઆઈટીએમ) પુણેનાર અભ્યાસ મુજબ ગરમીના લાંબાગાળાની વધુ એક અસર હોટ ડે અને માઈટની સંખ્યામાં વધારો છે. 121 આઈએમડી સ્ટેશનોના 1970 થી 2015 વચ્ચેના દૈનિક મહતમ અને લઘુતમ તાપમાનના ડેટાના અભ્યાસ મુજબ ગરમ દિવસ અને રાતની શૃંખલા વધી છે, જયારે ઠંડા દિવસો અને રાતની શૃંખલા ઘટી છે. આઈઆઈટીએમના વરિષ્ઠ વિજ્ઞાની એસ.કૃષ્ણનના જણાવ્યા મુજબ જલવાયુ પરિવર્તન સાથે ભારતમાં હીટવેવની ફ્રીકવન્સી અને તીવ્રતા વધતી રહેશે.
આઈએમડીએ તેના હીટવેવ બુલેટીનમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે હોટ સ્પેસ સાથે પ્રી-મોન્સુન વરસાદનો અભાવ જોવા મળ્યો છે. આ વીકેન્ડથી હીટવેવ ઠંડુ પડશે એવી આગાહી કરવામાં આવી છે.
ધગધગતા તાપ-ગરમીના કારણે વીજ અને પાણીની માંગ વધી છે. નદીઓ અને જળાશયો સૂકાઈ રહ્યા છે. અંતરીયાળ વિસ્તારોમાં ટાંકી અને પાઈપ જેવા પાણીના સ્ત્રોત નહીં હોવાથી સ્થિતિ ખરાબ છે.


Advertisement