જુલાઈ-સપ્ટેમ્બરથી જીએસટીના નવા ફોર્મ પ્રાયોગીક ધોરણે ઉપલબ્ધ થશે

12 June 2019 11:29 AM
India
  • જુલાઈ-સપ્ટેમ્બરથી જીએસટીના નવા ફોર્મ પ્રાયોગીક ધોરણે ઉપલબ્ધ થશે

નવી રિટર્ન સીસ્ટમમાં એક મુખ્ય રિટર્ન અને બે એનેકસર હશે : ટ્રાયલ પિરીયડ દરમ્યાન કરદાતાઓ જુની પદ્ધતિ પ્રમાણે રિટર્ન ભરશે : ઓકટોબર 2019થી ફોર્મ જીએસટી એએનએકસ-1 ફરજીયાત થશે

Advertisement

નવી દિલ્હી તા.12
સરકારે જીએસટી હેઠળ કરદાતાઓ માટે નવા સરળ રિટર્ન કોર્મ્સનું આયોજન કર્યું છે. સંક્રમણની પ્રક્રિયા હળવી બનાવવા જુલાઈ-સપ્ટેમ્બર વચ્ચે કરદાતાઓ પરિચિત થાય એ માટે પ્રાયોગીક ધોરણે એ પ્રાપ્ય બનશે.
જીએસટી કાઉન્સીલની 31મી મીટીંગમાં નવી જીએસટી રિટર્ન સીસ્ટમ લાગુ કરવા નિર્ણય લેવાયો હતો.
જીએસટી નેટવર્કે મે 2012માં ઓફલાઈન ટુલનો નમુનો શેર કર્યો હતો. ઓફલાઈન ટુલનો અનુભવ અને દેખાવ ઓનલાઈન પોર્ટલ જેવો જ હશે.
નવા રિટર્નમાં ત્રણ મુખ્ય અંગો એક મેઈન રિટર્ન અને બીજું એનેકચર્સ (ફોર્મ જીએસટી એએએનએકસ-1 અને ફોર્મ જીએસટી એએનએકસ-2 છે.
જુલાઈ 2019થી યુઝર્સ ફોર્મ જીએસટી એએનએકસ-1 ઓફલાઈન ટુલનો ઉપયોગ કરી પરિચિત થવા પ્રાયોગીક ધોરણે ઈનવોઈસીસ અપલોડ કરી શકશે.
કરદાતાઓ ફોર્મ જીએસટી એએનએકસ-2 ઓફલાઈન ટુલનો ઉપયોગ કરી ઈનવર્ડ સપ્લાય ઈનવોઈસીસ જોઈ અને ડાઉનલોડ કરી શકશે.
ઈનવર્ડ સપ્લાય ઈન્વોઈસીસની સમરી કોમન પોર્ટલ ઓનલાઈન પર જોવા માટે પ્રાપ્ય બનશે. કરદાતાએ ઓફલાઈન ટુલ પર પરચેઝ રજીસ્ટર ઈમ્પોર્ટ કરી ઓગષ્ટ 2019ની મિસ મેચ શોધવા ડાઉનલોડેડ ઈન્વર્ડ સપ્લાય ઈન્વોઈસીસ સાથે મેચ કરી શકશે.
જુલાઈથી સપ્ટેમ્બર 2019 વચ્ચે ત્રણ મહીના માટે નવી રિટર્ન સીસ્ટમ (એએનએકસ-1 અને એએનએકસ-2 ફકત) પરિચિત ટ્રાયલ માટે ઉપલબ્ધ રહેશે.
આ ટ્રાયલની ટેકસ લાયાબીલીટી અથવા ઈનપુટ ટેકસ ક્રેડીટના બેક એન્ડ પર કોઈ અસર નહીં પડે.
આ ગાળામાં કરદાતાઓ ફોર્મ જીએસટીઆર-1 અને ફોર્મ જીએસટીઆર-3બી ફાઈલ કરી જીએસટીનું અનુપાલન કરી શકશે. બીજા શબ્દોમાં કહીએ તો કરદાતામાં ફોર્મ જીએસટીઆર-1માં માસિક અથવા ત્રિમાસિક ધોરણે તેમની આઉટવર્ડ સપ્લાય ડિટેલ્સ અને ફોર્મ જીએસટીઆર-3બીમાં માસિક ધોરણે રિટર્ન ફાઈલ કરી શકશે. આ રિટર્ન ફાઈલ નહીં કરનારા સામે જીએસટી કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.
ઓકટોબર 2019 પછી ફોર્મ જીએસટી એએનએકસ-1 ફરજીયાત થશે અને ફોર્મ જીએસટીઆર-1નું સ્થાન ફોર્મ જીએસટી એએનએકસ-1 લેશે.
અગાઉના નાણાકીય વર્ષમાં રૂા.પાંચ કરોડથી વધુનુ ટર્નઓવર ધરાવનારા મોટા કરદાતાઓ ઓકટોબર 2019થી માસિક ફોર્મ જીએસટી એએનએકસ-1 અપલોડ કરશે.
પરંતુ રૂા.પાંચ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવનારા નાના વેપારીઓ પ્રથમ ફરજીયાત ત્રિમાસિક ફોર્મ જીએસટી એએનએકસ-1 ઓકટોબર-ડીસેમ્બર 2019ના કવાર્ટર માટે જાન્યુઆરી 2020માં ફાઈલ કરી શકશે.
ઓકટોબર 2019 પછી મોટા અને નાના બન્ને કરદાતાઓ ઈન્વોઈસીસ ફોર્મ જીએસટી એએનએકસ-1માં સાતત્યપણે અપલોડ કરી શકશે.
ફોર્મ જીએસટી એએનએકસ-2 આ ગાળામાં સાથે જોઈ શકાર્શે પણ આવાં ફોર્મ જીએસટી એએનએકસ-2 પર કોઈ કાર્યવાહી કરી શકાશે નહીં.
ઓકટોબર અને નવેમ્બર 2019 માટે મોટા કરદાતાઓ દર મહીને ફોર્મ સીએસટીઆર-3બી ફાઈલ કરતા રહેશે. ડીસેમ્બર 2019 માટે ફોર્મ જીએસટી આરટીઈ-01 20 જાન્યુઆરી 2020 સુધીમાં ફાઈલ કરવાનું રહેશે.
નાના કરદાતાઓ ઓકટોબર 2019થી ફોર્મ જીએસટીઆર 3બી ફાઈલ કરવાનું બંધ કરશે અને ફોર્મ જીએસટી પીએમટી 08 ફાઈલ કરવાની શરૂઆત કરશે.
તે ઓકટોબર 2019થી ડીસેમ્બર 2019ના કવાર્ટર માટે પ્રથમ ફોર્મ જીએસટી આરટીઈ 01 ફાઈલ કરશે. જાન્યુઆરી 2020 પછી તમામ કરદાતાઓ ફોર્મ જીએસટી આરઈટી 01 ફાઈલ કરશે અને ફોર્મ જીએસટીઆર-3બી સંપૂર્ણપણે બંધ કરાશે.
સહકાર ઓકટોબર અને ડીસેમ્બર 2019 વચ્ચે રિફંડના ફાઈલીંગ અને પ્રોસેસીંગની અલગ સૂચના જારી કરશે.


Advertisement