પહેલા વિશ્વયુધ્ધમાં વપરાયેલા બોમ્બ અને સેલ્સનું કલેકશન વેચાવા નીકળ્યું

12 June 2019 11:24 AM
Off-beat World
  • પહેલા વિશ્વયુધ્ધમાં વપરાયેલા બોમ્બ અને સેલ્સનું કલેકશન વેચાવા નીકળ્યું

Advertisement

વિશ્ર્વયુધ્ધ દરમ્યાન જે બોમ્બ શેલ્સ અને ફીલ્ડ ગન વપરાતી હતી એનું કલેકશન એક ઈંગ્લેન્ડવાસીએ કયુર્ં છે. શોન રોક નામના ઓકશનરે આ ભાઈએ કરેલા હથિયારોના કલેકશનની કિંમત આંકીને એનું ઓકશન યોજયું છે. 100 ઈનએકિટવ ફીલ્ડ ગન, એરોપ્લેન શેલ્સ એમાં છે. આ કલેકશન કરનાર વ્યકિત 60 વર્ષની છે અને તેણે પોતાનું નામ ગુપ્ત રાખવામાં પસંદ કર્યુ છે, કેમ કે આ તેનું પોતાનું કલેકશન નથી, બલકે તેના દાદાનું છે. તેના દાદાએ રોયલ આર્ટિલરી સાથે લડત કરીને આ ચીજો એકત્ર કરવાનું લાઈસન્સે મેળવ્યું હતું. તેમના ઘરમાં એક આખો રૂમ પહેલા વિશ્વયુધ્ધમાં જયાં ત્યાં વપરાયેલા અને ન વપરાયેલા ઈનએકિટવ હથિયારોથી ભરેલો પડયો હતો. ઓકશનર શોન રોકના અંદાજ મુજબ આ ચીજોના લગભગ પાંચેક લાખ રૂપિયા ઉપજશે.


Advertisement