બિહારમાં માતા-પિતાની ‘સેવા’ નહી કરનારને ‘જેલ’ની સજા થશે

12 June 2019 11:21 AM
India
  • બિહારમાં માતા-પિતાની ‘સેવા’ નહી કરનારને ‘જેલ’ની સજા થશે

નિતિશ સરકારે કાનૂન બનાવવા જાહેરાત કરી: બાળલગ્નમાં બેન્ડ-બાજા સહીત ‘બારાત’ ને જેલ

નવી દિલ્હી:
દેશમાં વધતી જતી વૃદ્ધોની સંખ્યા તથા અનેક પરિવાર દ્વારા તેમની જવાબદારી નિભાવવા થઈ રહેલા ઈન્કાર વચ્ચે બિહારની નીતીશકુમાર સરકારે હવે સામાજીક સુરક્ષા મામલે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં વૃદ્ધ માતા-પિતાની સેવા ન કરવી તે સામાજીક અપરાધ ગણાશે અને તેના માટે જેલ સજા પણ થઈ શકે છે. ગઈકોલે બિહારની કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ માટે માતા-પિતા તેના સંતાનો કે તેના પૌત્ર-પૌત્રી સામે પણ ફરિયાદ દાખલ કરી શકશે. મુખ્યમંત્રી નિતીશકુમારે જણાવ્યું કે આજના બદલાયેલા સમયમાં માતા-પિતાને સામાજીક સુરક્ષા આપવાનું જરૂરી છે અને અમો તેમાં પહેલ કરવા માંગીએ છીએ.
બિહાર સરકારે એકલા રહેતા વૃદ્ધોનો સર્વે કરાવ્યો હતો તો વૃદ્ધાશ્રમ અને અન્ય સામાજીક સંસ્થાઓના અભિપ્રાય પણ મેળવ્યા હતા. બીજી તરફ રાજયમાં દહેજ વિરોધી ધારાનો પણ હવે કડક અમલની તૈયારી છે. કોઈપણ લગ્ન બાળવિવાહ હોય કે દહેજ લેવડ દેવડની ઘટના બની હશે તો આ લગ્ન સાથે જોડાયેલા બન્ને પક્ષોના મુખ્ય વડીલો સહીત તમામ જેલમાં જશે. આ ઉપરાંત રાજયના તમામ કર્મચારી- જનતાદળ (યુ)ના કાર્યકર્તાઓને તેમાં બાળલગ્નમાં ભાગ લેશે નહી. દહેજ લેવડ દેવડ કરશે નહી તેવા શપથ લેવડાવાશે.


Loading...
Advertisement