જમ્મુ કાશ્મીરનામાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ: 1 આતંકવાદી ઠાર

12 June 2019 10:34 AM
India
  • જમ્મુ કાશ્મીરનામાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ: 1 આતંકવાદી ઠાર

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના સોપેરમાં બુધવારે સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. અથડામણ સર્જાતા એક આતંકવાદીનો ખાત્મો કરવામાં આવ્યો છે.

Advertisement

પોલીસના જણાવ્યાં અનુસાર, સોપોરના વદૂરા પઇન ગામમાં આતંકવાદીઓ છૂપાયેલા હોવાની માહિતી મળ્યા બાગ તેમણે આતંકીઓને ઘેરવાની તૈયારી કરી લીધી હતી.

વધુમાં તેમણે જણાવ્યું કે, આતંકીઓને ઘેરવાનો પ્રયાસ કરતા તેમણે ગોળાબાર ચાલુ કરી દીધો હતો, તે કારણે અથડામણ સર્જાઇ હતી. આ અથડામણમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે, તેની પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો હતો.આ બાબતે પોલીસે આતંકીની ઓળખ કરવા માટેની વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, અથડામણને પગલે સોપેર વિસ્તારમાં બધા જ સરકારી અને ખાનગી શિક્ષણ સંસ્થાનો બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.ક્ષેત્રમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે.


Advertisement