વર્લ્ડકપ 2019: Good News ભારતીય ટીમમાં 'ગબ્બર ઈઝ બેક'

12 June 2019 09:07 AM
Sports
  • વર્લ્ડકપ 2019: Good News ભારતીય ટીમમાં 'ગબ્બર ઈઝ બેક'
  • વર્લ્ડકપ 2019: Good News ભારતીય ટીમમાં 'ગબ્બર ઈઝ બેક'
  • વર્લ્ડકપ 2019: Good News ભારતીય ટીમમાં 'ગબ્બર ઈઝ બેક'
  • વર્લ્ડકપ 2019: Good News ભારતીય ટીમમાં 'ગબ્બર ઈઝ બેક'

જોકે અંગૂઠાના ફ્રેક્ચરની અંતિમ મેડિકલ રિપોર્ટ બાદ ટીમ ઈન્ડિયાએ રાહતના શ્વાસ લીધા છે.

Advertisement

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની શરૂઆતમાં એક મોટો ઝાટકો લાગ્યો છે. સ્ટાર બેટ્સમેન શિખર ધવનના હાથમાં ગંભીર ઈજા થઈ છે. મેડિકલ રીપોર્ટ અનુસાર શિખર ધવનના ડાબા હાથના અંગુઠામાં ફ્રેક્ટર થયું છે. સ્કેન કરાવતી વખતે આ વાતની પુષ્ટિ પણ થઈ છે. આ ઈજાને ઠીક થતાં સમય લાગશે. જોકે સારા સમાચાર એ છે કે, બોર્ડે તેને ભારત પર બોલાવશે નહીં. BCCI અને ટીમ મેનેજમેન્ટે નિર્ણય લીધો છે કે આગામી એક સપ્તાહ સુધી શિખર ધવન ટીમના તબીબીઓની દેખરેખમાં રહેશે.

જોકે આ પહેલા એવી અટકળો વહેતી થઈ હતી કે ધવન ગંભીર ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે અને તેની જગ્યાએ અંબાતી રાયડુ અથવા રિષભ પંતમાંથી કોઈ એકને તક મળી શકે છે.

જોકે અંગૂઠાના ફ્રેક્ચરની અંતિમ મેડિકલ રિપોર્ટ બાદ ટીમ ઈન્ડિયાએ રાહતના શ્વાસ લીધા છે. કારણ કે ધવનની આ ઈજા થોડા દિવસોમાં સારી થઈ શકે છે અને સંપૂર્ણ રીતે ફિટ થયા બાદ તે ફરી ટીમ ઈન્ડિયાના પ્લેઇંગ ઈલેવનનો હિસ્સો બની શકે છે. જોકે આગામી કેટલીક મેચોમાં શિખર ધવનને ગ્રાઉન્ડની બહાર બેસવું પડશે.


Advertisement