AN-32 ગુમ થયેલ વિમાનના કાટમાળની પ્રથમ તસવીર આવી સામે

12 June 2019 08:35 AM
India
  • AN-32 ગુમ થયેલ વિમાનના કાટમાળની પ્રથમ તસવીર આવી સામે
  • AN-32 ગુમ થયેલ વિમાનના કાટમાળની પ્રથમ તસવીર આવી સામે
  • AN-32 ગુમ થયેલ વિમાનના કાટમાળની પ્રથમ તસવીર આવી સામે

એરફોર્સના ગુમ થયેલા વિમાન AN-32ની પ્રથમ તસવીર સામે આવી છે. જેમાં ગાઢ જંગલોમાં વિમાનનો કાટમાળ પડ્યો હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ભારતીય વાયુસેનાના ગુમ થયેલા વિમાન AN-32 નો કાટમાળ નજરે ચઢે છે.

આપને જણાવી દઇએ કે, એરફોર્સની ટીમે AN-32 નો કાટમાળ અરૂણાચલ પ્રદેશના લિપો નામના સ્થળેથી 16 કિલોમીટર ઉત્તરમાં પડ્યો હોવાનું જણાવ્યું હતું. એરફોર્સની ટીમ આ કાટમાળની તપાસ કરી કરી રહી છે, આ સાથે જ વાયુસેનાએ સર્ચ ઓપરેશનનો વિસ્તાર પણ વધારી દીધો છે.

વિમાન અંગેની જાણકારી આપનારને 5 લાખ આપવાની કરાઇ હતી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, લાપતા થયેલા વિમાન AN 32 એ અસમના જોરહાટ માટે અરૂણાચલ પ્રદેશના શિ યોમી જિલ્લાના મેચુકા એડવાન્સ્ડ ગ્રાઉન્ડથી ઉડાન ભરી હતી. વાયુસેનાનું વિમાન AN 32 છેલ્લા છ દિવસથી લાપત્તા છે. ત્યારે વાયુસેના લાપતા વિમાનને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે. જો કે હજુ સુધી વિમાન ન મળતા વાયુસેનાએ ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.

શું છે IAF AN-32ની ખાસિયત
જો વાત કરવામાં આવે AN-32ની તો, તેનું આખુ નામ Antonov-32 છે. આ મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં 2 એન્જિન લાગેલ હોય છે. આ વિમાન 55C થી વધુ તાપમાનમાં ટેક ઓફ કરી શકે છે અને 14, 800 ફૂટની ઉંચાઇ સુધી ઉડાન ભરવામાં સક્ષમ હોય છે. આ વિમાનમાં પાયલટ, કો-પાયલટ, ગનર, નેવિગેટર અને એન્જિનીયર સહિત 5 ક્રુ મેમ્બર હોય છે. તેમા વધુમાં વધુ 50 લોકો મુસાફરી કરી શકે છે.


Loading...
Advertisement