વાવાઝોડા સંદર્ભે હવામાન ખાતા સાથે સરકાર સતત સંપર્કમાં : પળે-પળની વિગતો આપવાનો આદેશ

11 June 2019 07:31 PM
Rajkot Gujarat Saurashtra
  • વાવાઝોડા સંદર્ભે હવામાન ખાતા સાથે સરકાર સતત સંપર્કમાં : પળે-પળની વિગતો આપવાનો આદેશ

ગાંધીનગર સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલરૂમમાં ધમધમાટ શરૂ : કાંઠાળ વિસ્તારના જિલ્લાઓમાં પર ચાંપતી નજર

Advertisement

ગુજરાતમાં સંભવત: "વાયુ" વાવાઝોડાની આગાહીના પગલે રાજ્ય સરકાર સતર્ક બની ગઈ છે. મનાઈ રહ્યું છે કે આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના સાગરકાંઠા ને સ્પર્શે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિણામે સરકારનું સમગ્ર વહીવટી તંત્ર સાબદુ બની ગયું છે. અને સંભવિત સ્થિતિને પહોચી વળવા તેમજ રાહત બચાવ માટે અને આગોતરા આયોજનના ભાગરૂપે ગાંધીનગર સ્થિત સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા અનુસાર જામનગર, પોરબંદર ,ઉના, જાફરાબાદ, વેરાવળ ,સોમનાથ અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી 12 થી 14 જુન દરમિયાન સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદ, સુરત અને ગાંધીનગર ખાતે પણ વરસાદ પડવાની સંભાવનાઓ સેવાઈ રહી છે , તો બીજી તરફ ઇસરો અને હવામાન વિભાગ પણ સતત સંપર્કમાં રહ્યું છે, આ ઉપરાંત કેન્દ્ર અને સ્ટેટની એન,ડી,આર,એફ અને એસ.ડી.આર.એફની ટીમો ઉપરાંત લશ્કરી દળ ,હવાઈદળ ને સાબદા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ દરિયાકાંઠાના જિલ્લાઓમાં બચાવ-રાહત માટે આજે વિશેષ મોકડ્રિલયોજાશે અને બચાવ-રાહતના સાધનોની ચકાસણી કરવામાં આવશે.
ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે દરિયાકાંઠાના પાંચ જિલ્લાઓમાં ઉચ્ચ અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા આદેશ કર્યા છે.
આજે બપોરે રાજ્યના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહ દરિયા કાંઠા વિસ્તારના જિલ્લા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને જિલ્લા તંત્રે કરેલી તૈયારીની સમીક્ષા કરી હતી આ ઉપરાંત વાવાઝોડાની વર્તમાન સ્થિતિ અંગે હવામાન વિભાગ સાથે સંકલન કરી આ વાવાઝોડું ક્યાં ત્રાટકી શકે છે તેનીચોક્કસ માહિતી એકત્રિત કરવા તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.


Advertisement