ભાજપ સાંસદ વીરેન્દ્રકુમાર લોકસભાના પ્રો-ટેમ સ્પીકર

11 June 2019 07:30 PM
India Politics
  • ભાજપ સાંસદ વીરેન્દ્રકુમાર લોકસભાના પ્રો-ટેમ સ્પીકર

સાત ટર્મથી તિકમગઢના સાંસદ છે

Advertisement

ભારતીય જનતા પાર્ટીના સાંસદ ડો. વીરેન્દ્રકુમાર 17મી લોકસભાના પ્રોહેમ (હંગામી) સ્પીકર બનશે. તે મધ્યપ્રદેશના તિકમગઢના સાંસદ છે. તે 11મી, 12મી, 13મી, 14મી, 15મી અને 16મી લોકસભાના પણ સભ્ય હતા.
પ્રોહેમ સ્પીકરની ફરજ લોકસભાના નવા સભ્યોના હોદાના શપથ લેવડાવાની છે. સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકનું તે અધ્યક્ષસ્થાન સંભાળે છે. અધ્યક્ષ એ નાયબ અધ્યક્ષની ચૂંટણી થાય ત્યારે પણ એ ગૃહનું સંચાલન સંભાળે છે.
1975માં વીરેન્દ્રકુમારે જયપ્રકાશના સંપૂર્ણ ક્રાંતિ આંદોલનમાં ભાગ લીધો હતો અને કટોકટી સામે વિરોધ કરવા બદલ તે 16 મહીના ‘મિસા’ હેઠળ જેલમાં હતા. 1982માં તે સક્રીય રાજકારણમાં જોડાયા હતા અને ત્યારથી એ ભાજપ સાથે જોડાયેલા છે.
2017માં તે કેન્દ્રના મહિલા અને બાળકલ્યાણ વિભાગના રાજયપ્રધાન હતા.


Advertisement