મુલાયમસિંહનું સુગર લેવલ વધ્યુ હોસ્પીટલમાં દાખલ કરાયા

11 June 2019 07:27 PM
India Politics
  • મુલાયમસિંહનું સુગર લેવલ વધ્યુ હોસ્પીટલમાં દાખલ કરાયા

ઉતર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ ઉ.વ.79 ને ગઈકાલે ગુડગાંવની મેદાંતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શુગરની સાથે સાથે તાવની ફરિયાદોને પગલે દાખલ કરવામાં આવ્યા હતા.સોમવારે અચાનક મુલાયમસિંહનું શુગર વધી ગયુ હતું. બાદમાં તેમને દિલ્હી ખાતે લવાયા હતા, બાદમાં દિલ્હી એરપોર્ટથી મેદાંતા લાવવામાં આવ્યા હતા.મુલાયમની તબિયત બગડવાના સમાચાર સાંભળીને સીએમ યોગી આદિત્યનાથ લખનૌ સ્થિત તેમના નિવાસે મળવા આવ્યા હતા. આ સમયે એસપી ચીફ અને મુલાયમનાં પુત્ર અખિલેશ યાદવ પણ હાજર હતા. યોગીએ મુલાયમનાં હાલચાલ જાણ્યા હતા અને આ વર્ષે યોજાયેલ કુંભનું સ્મૃતિ પુસ્તક ભેટ આપ્યું હતું. મુલાયમસિંહ હાઈપર ટેન્શન અને હાઈપર ડાયાબીટીશથી પીડિત છે.


Loading...
Advertisement