હિન્દીનો વિવાદ ચાલુ છે ત્યાં ત્રણ સંસ્થાઓને સંસ્કૃત કેન્દ્રીય યુનિવર્સિટી બનાવવા હિલચાલ

11 June 2019 07:25 PM
India Politics
  • હિન્દીનો વિવાદ ચાલુ છે ત્યાં ત્રણ સંસ્થાઓને સંસ્કૃત કેન્દ્રીય યુનિવર્સિટી બનાવવા હિલચાલ

દિલ્હીની બે અને તિરુપતિની એક સંસ્થાને દરજજો અપાશે

Advertisement

નવી દિલ્હી: નેશનલ એજયુકેશન પોલીસીમાં હિન્દી પ્રત્યે પક્ષપાત બાબત ઉહાપોહ વચ્ચે કેન્દ્ર હવે સંસ્કૃતને લોકપ્રિય બનાવવા માંગે છે.
કેન્દ્રીય માનવસંસાધન મંત્રાલય સંસ્કૃત માટે ત્રણ સેન્ટ્રલ યુનિવર્સિટી સ્થાપવા જઈ રહ્યું છે. એક જ મુખ્ય કાયદા દ્વારા હાલની ત્રણ સંસ્થાઓને કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં તબદીલ કરવામાં આવશે. વાસ્તવમાં મોદી સરકારના પ્રથમ કાર્યકાળનો આ એજન્ડા ચૂંટણીઓમાં આગળ વધી શકયો નહોતો. હવે સંસદના આગામી સત્રમાં સંસ્કૃત યુનિવર્સિટી માટે કાયદો ઘડવામાં આવશે. નવેમ્બરની કેબીનેટ નોટ તૈયાર કરવા માનવ સંસાધન મંત્રાલયજુદા જુદા મંત્રાલયોનો અભિપ્રાય માંગી રહ્યું છે.
દિલ્હીની રાષ્ટ્રીય સંસ્કૃતિ સંસ્થાન અને લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ અને તિરુપતિની રાષ્ટ્રીય સંસ્કૃતિ વિદ્યાપીઠ સેન્ટ્રલ યુનિવર્સિટીના દરજજા માટે લાઈનમાં છે.
સંસ્તાન 1979માં સ્થાપવામાં આવી હતી, જયારે લાલબહાદુર રાષ્ટ્રીય સંસ્કૃતિ વિદ્યાપીઠ 1962માં બનાવવામાં આવી હતી. તિરુપતિની રાષ્ટ્રીય સંસ્કૃતિ વિદ્યાપીઠ 1961માં અસ્તિત્વમાં આવી હતી. હાલમાં દેશમાં 41 સેન્ટ્રલ યુનિવર્સિટી છે. સંસદના કાયદા દ્વારા અપાતો આવો દરજજો સંસ્થાની સ્વાયતતાની દ્રષ્ટીએ પ્રતિષ્ઠા ધરાવે છે.
હાલમાં ભાષાને લગતી બે સેન્ટ્રલ યુનિવર્સિટી ધ ઈંગ્લીશ એન્ડ ફોરેન લેંગ્વેજ યુનિવર્સિટી અને ધ મૌલાના આઝાદ નેશનલ ઉર્ફે યુનિવર્સિટી છે, પણ એકપણ સંસ્કૃત આધારીત કોઈ સેન્ટ્રલ યુનિવર્સિટી નથી. દિલ્હીની રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન સાથે 60થી વધુ સંસ્થાઓ સંલગ્ન હોવાથી સેન્ટ્રલ યુનિવર્સિટી માટે એનો કેસ મજબૂત માનવામાં આવે છે.
મોદી શાસનમાં સંસ્થાન માટે અપવાદ સર્જી 2015માં ડીમ્ડ યુનિવર્સિટીના નિયમો દૂર કરવામાં આવ્યા હતા, જેથી એ વધુ પરમીશન કરતાં વધુ ઓફ કેમ્પસ કેન્દ્રો ઉભા કરી શકે.


Advertisement