ખેડા જીલ્લામાં ટ્રક અને ઈકો કાર વચ્ચે ટકકરમાં ત્રણ લોકોના મોત

11 June 2019 07:21 PM
Surat
  • ખેડા જીલ્લામાં ટ્રક અને ઈકો કાર વચ્ચે ટકકરમાં ત્રણ લોકોના મોત
  • ખેડા જીલ્લામાં ટ્રક અને ઈકો કાર વચ્ચે ટકકરમાં ત્રણ લોકોના મોત

પટેલ પરિવાર અમદાવાદથી ખંભાત જઈ રહ્યો હતો ત્યારે સર્જાયો અકસ્માત: ત્રણનો બચાવ

Advertisement

નેશનલ હાઈવે નં.8 પર ઈકો કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમા ત્રણ લોકોના મોત નિપજયા હતા. આ અકસ્માતમા મોતને ભેટેલા તમામ લોકો આણંદ જીલ્લાના ખંભાતના રહેવાસી છે. તમામ લોકો અમદાવાદ એરપોર્ટથી ઈકો કારમાં સવાર થઈને ખંભાત જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અંગેની વિગત એવી છે કે ખેડા જિલ્લામાં ટ્રક અને ઈકો કાર વચ્ચે ટકકર થતા પટેલ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજયા હતા. આ અકસ્માતમાં પટેલ પરિવારની એક સગર્ભા મહિલા, તેની નાની દીકરી અને કારના ડ્રાઈવરનો બચાવ થયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ઈકો કારનો બુકડો બોલી ગયો હતો. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


Advertisement