WC2019: ભારત માટે ખરાબ સમાચાર, શિખર ધવન ત્રણ અઠવાડિયા સુધી નહિ રમી શકે ક્રિકેટ

11 June 2019 01:39 PM
India Sports
  • WC2019: ભારત માટે ખરાબ સમાચાર, શિખર ધવન ત્રણ અઠવાડિયા સુધી નહિ રમી શકે ક્રિકેટ

ડાબા અંગુઠામાં ફ્રેકચરના કારણે ધવન વર્લ્ડ કપની મહત્વની બે મેચ નહિ રમી શકે

Advertisement

લંડન તા.૧૧, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં શિખર ધવને સદી ફટકારી, પરંતુ તે મેચ દરમિયાન કુલટર-નીલની બોલિંગમા ધવનને બાઉન્સર બોલ પર ડાબા અંગુઠા પર લગતા તેમને ઇજા પહોંચી હતી. જે દરમિયાન તે ઇજાગ્રસ્ત હાલતમાં રમી રહ્યા હતા.જે બાદ ઓસ્ટ્રેલીયાની બેટિંગ દરમિયાન ભારત તરફથી ફિલ્ડીંગ કરવા રવિન્દ્ર જાડેજાને ફિલ્ડ પર ઉતર્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ગબ્બર ઇજાગ્રસ્ત હોવા છતાં ૧૧૭ રન ફટકાર્યા કર્યા હતા.

મેચ બાદ તેમને સ્કેન કરાવતા ખબર પડી કે અંગુઠામાં ફ્રેકચર છે. આથી તેઓ ત્રણ અઠવાડિયા સુધી ક્રિકેટ નહિ રમી શકે. ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ ૨૦૧૯માં એક ઈન-ફોર્મ બેટ્સમેનને ગુમાવવો પડશે જ્યારે આગામી દિવસોમાં પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ જેવી ટીમો સામે ટક્કર થવાની છે.

પરંતુ હાલ તેઓ ઈજા કારણે હવે પછીની નિર્ણાયક મેચ નહિ રમી શકે જે નિર્ણાયક મેચોમાં ગબ્બરના સ્થાને રિષભ પંતને સ્થાન મળી શકે છે.

Advertisement