શ્રીલંકાને હરાવીને બાંગ્લાદેશ જીતના પંથે પાછું ફરવા ઈચ્છશે

11 June 2019 11:37 AM
Sports
  • શ્રીલંકાને હરાવીને બાંગ્લાદેશ જીતના પંથે પાછું ફરવા ઈચ્છશે

Advertisement

બ્રિસ્ટલ:
સાઉથ આફ્રિકાને હરાવનાર બંગલા દેશની આજે કાઉન્ટી ગ્રાઉન્ડમાં શ્રીલંકા સામે ટકકર થશે.બંગલા દેશનો ગયા શનિવારે કાર્ડિફમાં ઈંગ્લેન્ડસામે 106 રનથી પરાજય થયો હતો. જેમાં શાકિબ-અલ- હસને શાનદાર 121 રન ફટકાર્યા હતા.ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 6 વિકેટે 386 રન બનાવ્યા હતા. જેના જવાબમાંબંગલાદેશ 48.5 ઓવરમાં 280રને ઓલઆઉટ થઈ ગયું હતું. શ્રીલંકાની છેલ્લી મેચ પાકિસ્તાન સામે હતી જે વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. શ્રીલંકાની ટીમે અફઘાનિસ્તાનને34 રનથી હરાવીને જીતનો સિલસિલો શરૂ કર્યો હતો. બંગલાદેશને હરાવવું હોય તો ઈંગ્લેન્ડની જેમ દિમુથ કરુણારત્નેની ટીમે ચેલેન્જિંગ ટોટલ બનાવવો પડશે. વર્તમાન ટુર્નામેન્ટમાં બન્ને ટીમ ત્રણ મેચમાં એક જીત મેળવી છે.
બંગલા દેશના બેટીંગ ડિપાર્ટમેન્ટમાં મુશફિકુર રહીમ સારું પર્ફોર્મ કરી રહ્યો છે. ચિંતાનો વિષય ઓપનરો તમીમ ઈકબાલ અને સૌમ્યા સરકારના ફોર્મનો છે. સૌમ્યા સરકાર ફકત બે રન બનાવીને આઉટ થયો હતો. વર્તમાન ટુર્નામેન્ટમાં બે ફિફટી અને એક સેન્ચુરી ફટકારનાર શાકિબ ફુલ ફોર્મમાં છે અને આશા છે તે આજે ફરીથી એક સારી ઈંનીંગ રમશે.

બાંગ્લાદેશની સંભવિત ઈલેવન
તમિમ ઈકબાલ, સૌમ્યા સરકાર, શકિબ-અલ-હસન, મુશફિકુર રહીમ (વિકેટ કીપર), મોહમ્મદ મિથન, મહમદુલ્લાહ,મોસાડેક હોસૈન, મોહમ્મદ સૈફીદીન, મેહદી હસન, મશરફે મોર્તઝા (કેપ્ટન) અને મુસ્તાફિઝુર રહેમાન.
શ્રીલંકાની સંભવિત ઈલેવન
દિમુથ કરુણારત્ને (કેપ્ટન), કુશલ પરેરા (વિકેટકીપર), લાહિરુ થિરિમાને, કુશલ મેન્ડિસ, એન્જેલો મેથ્યુઝ, ધનંજય ડીસિલ્વા, થિસારા પરેરા, ઈસુરુ ઉદાના, સુરંગા લકમલ, લસિથ મલિન્ગા અને નુવાન પ્રદીપ.


Advertisement