કંડક્ટરનો મુસાફરને માર મારતો વીડિયો વાઈરલ થયા બાદ મોદીને સસ્પેન્ડ સસ્પેન્ડ કરાયા

10 June 2019 06:35 PM
Surat

Advertisement

એસટી બસના કંડક્ટર મુસાફરને અપશબ્દો બોલીને માર મારી રહ્યાનો એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ સુરત એસટી વિભાગે આ કંડક્ટર ક્યાનો છે અને કેમ તે આ માર મારી રહ્યો છે તે અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં એસટી વિભાગ નિયામકે સુરતના કંડક્ટર એચ.આર મોદીને સસ્પેન્ડ કર્યો છે. એસટી વિભાગ થોડા થોડા દિવસે કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહે છે. વાઈરલ થયેલા વીડિયોમાં બસ કંડક્ટરની મુસાફર સાથે ટિકિટ અંગે બોલાચાલી થઇ હતી. જે બાદ કંડક્ટરે આધેડ વયના મુસાફરને માર માર્યો હતો. તેની સાથે અભદ્ર શબ્દો પણ બોલ્યો હતો.


Advertisement