ડેલ, જીપ, એલઆઈસી, એમેઝોન અને એપલ આઈફોન મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ

10 June 2019 12:30 PM
Business India
  • ડેલ, જીપ, એલઆઈસી, એમેઝોન અને એપલ આઈફોન મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ

ટીઆરએના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2019માં રસપ્રદ ખુલાસો : સૌથી વધુ વિશ્વસનીય બ્રાન્ડસની યાદીમાં તાતા જૂથની 23

નવી દિલ્હી: ટીઆરએના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ, 2019માં ડેલ ભારતની સૌથી વધુ વિશ્ર્વસનીય બ્રાન્ડ જાહેર થઈ છે. એ પછી જીપનો ક્રમ આવે છે. ચાલુ વર્ષે એ મોસ્ટ ટ્રસ્ટેડ ઓટોમોબાઈલ બ્રાન્ડ પણ બની છે. એલઆઈસી અને એમેઝોનને અનુક્રમે ત્રીજો અને ચોથો ક્રમ મળ્યો છે. એપલ આઈફોન 2018માં 116 રેન્ક ચડી પાંચમી મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાંડ બની છે. મોબાઈલ ફોન સિરીઝમાં તે સૌથી આગળ રહી છે.
સેમસંગની મોબાઈલ ફોન બ્રાન્ડ છઠ્ઠા સ્થાને અને મોબાઈલ ફોનમાં લીડર બની છે. એલજી ટેલીવીઝન સાતમા ક્રમે અને ક્ધઝયુમર ઈલેકટ્રોનીકસ સુપર કેટેગરીમાં લીડર બ્રાન્ડ બની છે. આઠમી મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડ અવિવા લાઈફ ઈુસ્યુરન્સ અને નવમા સ્થાને મારુતી સુઝુકી અને પછી 10માં નંબરે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા આવે છે.
મોસ્ટ ટ્રસ્ટેડ લિસ્ટમાં તાતા જૂથની 23 બ્રાન્ડનો સમાવેશ થાય છે. ગોદરેજની 15, અમુલની 11 અને સેમસંગની આઠ બ્રાન્ડ પણ યાદીમાં આવે છે. એલજી, હોન્ડા, કેડબરીસ, નેસ્લે, પાર્લે અને ડાબરની 7-7 બ્રાન્ડ મોસ્ટ ટ્રસ્ટેડ પણ યાદીમાં સામેલ છે. ડાબર માટે મહત્વની સિદ્ધિ એ છે કે દરેક કેટેગરીમાં તેની બ્રાન્ડ લીડર છે.
ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2019ની આ નવમી આવૃતિ છે. 16 શહેરોમાં 2315 ગ્રાહકોને પ્રભાવિત કરનારાઓના અભ્યાસના આધારે આ રિપોર્ટ જારી કરાયો છે.
ભારતની 1000 મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાન્ડસમાં 39 સુપર કેટેગરી અને 289 કેટેગરી છે. બધી શ્રેણીઓમાં એફ એન્ડ બી અને એફએમસીજી બ્રાન્ડસનો 28.8 હિસ્સા સાથે દબદબો છે.


Loading...
Advertisement