રિલાયન્સ જીઓ ભારતની બીજા ક્રમની પોપ્યુલર બ્રાન્ડ, ગુગલ સૌથી મોખરે

10 June 2019 12:29 PM
Business India
  • રિલાયન્સ જીઓ ભારતની બીજા ક્રમની પોપ્યુલર બ્રાન્ડ, ગુગલ સૌથી મોખરે

ઈપસોસ ઈન્ડીયાના સર્વેમાં રસપ્રદ વિશ્ર્લેષણ : પ્રથમ પાંચ લોકપ્રિય બ્રાન્ડસમાં દેશી, વિદેશી કંપનીઓ

મુંબઈ: મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ જીઓ ઈપસોસના સર્વેમાં સૌથી લોકપ્રિય બ્રાંડ જાહેર થઈ છે. સર્વ એન્જીન જાયન્ટ પ્રથમ ક્રમે છે. જિયોની મુખ્ય હરીફ જીઓ ત્રીજા સ્થાને હતી.
ભારતી એરટેલ 8માં સ્થાને છે. ગત વર્ષના સર્વેમાં સર્વેની ટોચની 10 કંપનીઓ ટેકનોલોજી ક્ષેત્રની છે. એમાં પેટીએમ, સેમસંગ અને એમેઝોન પણ સામેલ છે.
ઈપસોસ ઈન્ડીયાના મેનેજીંગ ડીરેકટર વિવેક ગુપ્તાના જણાવ્યા મુજબ લોકલ બ્રાન્ડ માટે ટોચના 10 રેન્કીંગ મેળવવા અને જાળવી રાખવાનું અઘરું છે. આમ છતાં, ઘરઆંગણે વિકસેલી જીઓ ટકી રહેવા ઉપરાંત રેન્કીંગમાં એક સ્થાન આગળ રહી છે.
સર્વે યાદીમાં પેટીએમ બીજા ક્રમે, માર્ક ઝુકરબર્ગની ફેસબુક ચોથા, એમેઝોન પાંચમા, દક્ષિણ કોરિયાની મોબાઈલ અને ટેક જાયન્ટ સેમસંગ છઠ્ઠા સ્થાને, બીલ ગેટની માઈક્રોસોફટ 7માં, એરટેલ 8માં, ફિલપકાર્ટ નવમાં અને એપલનો આઈફોન 10માં સ્થાને છે. ટોચના પાંચ સ્થાનોમાં વૈશ્ર્વિક અને લોકલ બન્ને બ્રાન્ડસનો સમાવેશ થાય છે. એવી જ રીતે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરની હેન્ડસેટ બનાવતી જિયોથી માંડી ડીજીટલ વોલેટ અને ઈકોમર્સ કંપની પેટીએમ સામેલ છે.


Loading...
Advertisement