ગરમીથી ત્રસ્ત પ્રવાસીઓ હિલસ્ટેશનોએ પહોંચ્યા, પણ રસ્તા પર ‘હવા’ ખાવી પડી

10 June 2019 12:28 PM
India Travel
  • ગરમીથી ત્રસ્ત પ્રવાસીઓ હિલસ્ટેશનોએ પહોંચ્યા, પણ રસ્તા પર ‘હવા’ ખાવી પડી

નૈનિતાલ, મસૂરી, હરીદ્વારની હોટેલો ફુલ: ટ્રાફીક જામ

Advertisement

નવી દિલ્હી તા.10
ઉતર ભારત ભારે ગરમીથી ત્રસ્ત છે ત્યારે લોકો રાહત મેળવવા ઉતરાખંડના ઠંડા પ્રદેશોમાં પહોંચી રહ્યા છે. ગત શનિ-રવિવારે લોકોનો એટલો ધસારો હતો કે હરિદ્વાર, મસૂરી અને નૈનિતાલમાં ટ્રાફીક જામ સર્જયો હતો અને ઘણા પ્રવાસીઓને ખુલ્લામાં સુવાની ફરજ પડી હતી.
નૈનિતાલ અને મસૂરીમાં શનિવારે હોટેલ અને ગેસ્ટહાઉસમાં એકપણ રૂમ ખાલી નહોતો અને પર્યટકોને બસસ્ટેશન અને ફુટપાથ પર આશરો લેવો પડયો હતો.
ચારધામ યાત્રાના ધસારાથી હરિદ્વાર પણ ખીચોખીચ ટ્રાફીક નિયંત્રણમાં લેવા પોલીસ તહેનાત કરવી પડી હતી. સિંહદાહ અને સપ્તર્ષિ વચ્ચેના 11 આંકડા રસ્તા છે. વળી, પવિત્ર શહેરમાં રાજયે નિર્માણનું કામ ચાલુ હોવાથી સમસ્યા વકરી હતી. રૂરકીથી લાકસર તરફ ટ્રાફીક વાળવો પડયો હતો. રોડવેઝની પક્ષોને બસસ્ટેન્ડે અટકાવી ત્યાં પાર્ક કરાવવામાં આવી હતી. ઓર્ટો રીક્ષાને નેશનલ હાઈવે પર પ્રવેશતા અટકાવવામાં આવી છે. મોટાભાગના પ્રવાસીઓએ ટ્રાફીક જામ અને હોટેલોમાં રૂમ ન મળવાની ફરિયાદ સામે તેમના પ્રવાસનો આનંદ ઝુંટવાઈ ગયાની અને ખર્ચના ખાડામાં ઉતરી ગયાની ફરિયાદો કરી હતી. શનિવારે હોટેલોએ મ્હોં માંગ્યા ભાડા લીધા હતા પણ રવિવારે ધસારો થઈ ગયો હતો.


Advertisement