નાસાનુ મુન લેન્ડર બેંગાલુરુની કંપની બનાવશે: ચંદ્ર પર પાણી હોવાના ચંદ્રયાન-1ની શોધને અમેરિકાનું સમર્થન

08 June 2019 02:15 PM
World
  • નાસાનુ મુન લેન્ડર બેંગાલુરુની કંપની બનાવશે: ચંદ્ર પર પાણી હોવાના ચંદ્રયાન-1ની શોધને અમેરિકાનું સમર્થન

ભારતીય ટીમ ઈન્દુસ ઓર્બિટ બિયોન્ડ કોન્સોર્ટિયમનો હિસ્સો છે

બેંગાલુરુ: 2024માં અમેરિકી અવકાશયાત્રીઓ ચંદ્ર પર ઉતરનારા છે. નાસાના આ પ્રયાસોમાં ભારતનો પણ ફાળો હશે. 2020માં હવે પછીના ચંદ્ર મિશન માટે લેન્ડરની ડિઝાઈન અને એ બનાવવા બેંગાલુરુની ખાનગી કંપની ઈન્દુસને પણ કોન્ટ્રેકટ મળ્યો છે.
નાસાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ત્રણ કોમર્સીયલ મૂન-લેન્ડીંગ સર્વિસ પ્રોવાઈડર્સ પસંદ કરવામાં આવ્યા છે. આ કંપની સમૂહો પેલોડ પુરા પાડશે.
ત્રણ કોન્સોર્ટિમમાં અમેરિકાનું ઓર્બિટ બિયોન્ડ સામેલ છે. ટીમ ઈન્દુસ એનો એક ભાગ છે. કોન્સોર્ટિયમની અન્ય સાત કંપનીઓ એરોસ્પેસ અને સ્પેસ ટેકનોલોજીમાં મહારથી ધરાવે છે. ભારતની ટીમ ઈન્દુસ લેન્ડર મેકીંગ શાખ ધરાવતી એકમાત્ર કંપની છે.
આ વાતને સમર્થન આપતાં ટીમ ઈન્દુસના ઈજનેર અનંત રમે જણાવ્યું હતું કે હા, અમે લેન્ડર બનાવીશું. એ મોટાભાગે ભારતમાં જ બનશે. આ કોન્સોર્ટિયમ સપ્ટેમ્બર 2020 સુધીમાં ચંદ્રના મેર ઈમ્બ્રીયમ નામના લાવાના બનેલા મેદાન પર ઉતરવા ચાર પેલોડ આપશે. આ કોન્સોર્ટિયમને 9.7 કરોડ ડોલરનો કોન્ટ્રેકટ મળ્યો છે. અમેરિકા દસકાઓ બાદ ફરી ચંદ્રની સપાટી પર ઉતરવા જઈ રહ્યું છે. આર્ટમિલ લુનાર એકસપ્લોરેશન નામના આ પ્રોજેકટ માટે ઓર્બિટ બીયોન્ડને લેન્ડણ તૈયાર કરવા માત્ર 15 મહિનાનો સમય મળ્યો છે.
દરેક કોમર્સીયલ લેન્ડર નાસાએ આપેલા પેલોડ લઈ જશે. આ પેલોડ ચંદ્રની સપાટી પર તપાસ માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે, અને નાસાના અવકાશયાત્રીઓને ઉતરવામાં મદદ કરશે. દરમિયાન, નાસાના વિદ્યાર્થીઓએ સમર્થન આપ્યું છે કે ઉલ્કા વર્ષા દરમિયાન ચંદ્રની સપાટી પર પાણી વછૂટે છે.
નાસાના ડીરેકટરના ચાર મીનીટના વિડીયોમાં ભારતના ચંદ્રયાન-1 એરક્રાફટના સંશોધનને ટાંકી ચંદ્રની સપાટી પર થીજી ગયેલા પાણીની હાજરી હોવાની વાતને સમર્થન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય મિશન ચંદ્રયાન 1 એ 2018માં ચંદ્રની સપાટી પર પાણી હોવાનું નિશ્ર્ચિતપણે પુરવાર કર્યું હતું. ભારતીય મિશને ચંદ્રની સપાટી પર હાઈડ્રોકિલસ મોલેકયુલ્સ ફેલાયેલા અને ધ્રુવ વિસ્તારમાં જમા થયેલા હોવાનું જણાવ્યું હતું. નાસાએ વિડીયો જારી કરવા સાથે ટવીટ કર્યું છે કે ચંદ્ર પર વર્ષા થઈ રહી છે. વિજ્ઞાનીઓએ ર્શોધી કાઢેલ પાણી ઉલ્કા વર્ષા વખતે ચંદ્રની સપાટી પર વરસી રહ્યું છે.


Loading...
Advertisement