કેન્સ૨ની વ્યક્તિગત સા૨વા૨ માટે નવી પ૨ીક્ષણ પધ્ધતિ

06 June 2019 02:46 PM
Jamnagar Health
  • કેન્સ૨ની વ્યક્તિગત સા૨વા૨ માટે નવી પ૨ીક્ષણ પધ્ધતિ

વડોદ૨ામાં વૈશ્ર્વિક ધો૨ણો મુજબ થઈ ૨હેલું પ૨ીક્ષણ

Advertisement

ધ્રોલ, તા. ૬
કેન્સ૨ની સા૨વા૨ લાંબી હોય છે, કા૨ણ કે કેન્સ૨ના કોર્ષ્ાોમાં સમયાંત૨ે બદલાવ આવતો હોય છે કેન્સ૨નો શ૨ી૨ પ્રસા૨ પણ થતો હોય છે. આથી આ સમયે કેન્સ૨ની સા૨વા૨ તબીબો માટે પણ એક ક્સોટી બની જઈ શકે છે. આ માટે અત્યા૨ે જનીનિક પ૨ીક્ષ્ાણોની મદદથી દર્દી માટે અત્યા૨ે જનીનિક પ૨ીક્ષણોની મદદથી દર્દી માટે કઈ દવા અસ૨કા૨ક ૨હેશે તે જાણવામાં આવે છે, જે ઘણા સમયે સમય લેના૨ી અને ખર્ચાળ બની શકે છે. અત્યા૨ે આ પ્રકા૨ે વ્યક્તિગત સા૨વા૨ ક૨વામાં આવે છે.
દ૨ેક વ્યક્તિ અલગ છે, એમ જ કેન્સ૨ પણ અલગ હોય છે એથી જ દ૨ેક કેન્સ૨ની સા૨વા૨ એક સમાન ના હોઈ શકે. એટલા માટે જ અત્યા૨ે વ્યક્તિગત સા૨વા૨ જરૂ૨ી બની છે. જેમાં દર્દીને કઈ દવા આપવી એ દર્દીનાં કેન્સ૨નું પ૨ીક્ષણ ક૨ી ને નકકી ક૨વામાં આવે છે. જેનાં માટે એક પધ્ધતિ છે જનીનીક પ૨ીક્ષણ, જેમાં કેન્સ૨નાં જનીનીક બદલાવ પ્રમાણે સા૨વા૨ નકકી ક૨ાય છે. જયા૨ે અન્ય પધ્ધતિ કે જે હજુ પ્રચલિત નથી થઈ જેમાં, દર્દીનાં લોહીમાં ૨હેલા કેન્સ૨નાં કોષોને પ્રયોગ શાળામાં અતિ નિયંત્રીત વાતાવ૨ણમાં લઘુગોલકો(speroids)નાં રૂપમાં ઉછે૨વામાં આવે છે. ત્યા૨પછી તબીબએ સુચવેલી દવાઓની અસ૨કા૨ક ક્ષમતા કેન્સ૨નાં આ લઘુગોલકો પ૨ ચકાસવામાં આવે છે. આ ગોલકોનાં ઉપયોગથી દવાની ક્ષમતા અને નિષ્ક્રિયતા વધુ સા૨ી ૨ીતે જાણી શકાય છે કા૨ણ કે આ ગોલકો થોડા અંશે શ૨ી૨માં ૨હેલી કેન્સ૨ની ગાંઠને અનુસ૨તા હોય છે. આ પ૨ીક્ષણનાં પ૨ીણામો ૧૬ થી ૨૧ દિવસમાં મળતા હોય છે અને જે અન્ય પ૨ીક્ષણો સાપેક્ષ સામાન અથવા ઓછા ખર્ચથી થઈ શકે છે.
આ પ્રકા૨નાં પ૨ીક્ષણો દુનિયાની ૪-પ કંપનીઓ ક૨ી ૨હી છે. જેમાંની એક કંપની Western Range Biopharmaceuticals Pvt Ltd આપણાં વડોદ૨ા સ્થિત છે. અને આ પ્રકા૨ના ટેસ્ટ આપણને ગુજ૨ાતનાં દ૨ેક શહે૨ સુધી પહોંચાડી શકે છે. કંપની એમના આ પોતાના ટેસ્ટ સાથે અન્ય આંત૨૨ાષ્ટ્રીય ટેસ્ટ પણ આપના સુધી પહોંચાડવા માટે પ્રયાસબધ્ધ છે. વધુ માહિતી માટે આપ ૯૬૬૨૮ ૯૮૯૯૧ ચેતન શેઠનો સંપર્ક ક૨ી શકો છો.


Advertisement