આલેલે... બાળકોના મોબાઈલ વળગણથી ચિંતીત પેરન્ટસ પણ ઓછા ઉતરે તેમ નથી

05 June 2019 12:04 PM
Health
  • આલેલે... બાળકોના મોબાઈલ વળગણથી ચિંતીત પેરન્ટસ પણ ઓછા ઉતરે તેમ નથી

10% બાળકો માને છે કે તેમના માબાપને મોબાઈલનું ભૂત વળગ્યું છે

Advertisement

લંડન: બાળકોને મોબાઈલની લત લાગી હોવાથી બૂમ બરાબર છે, પણ માબાપનું શું!
2016થી પુખ્તવયના લોકો પોતે મોબાઈલ ડિવાઈસ પર વધુ સમય ગાળતા હોવાથી ખુદ ચિંતીત છે.
નોન-પ્રોફીટ ચિલ્ડ્રન્સ એડપોકસી અને મીડીયા રેટીંગ ઓર્ગેનાઈઝેશન કોમન સેન્સ મીડીયાના એક અહેવાલમાં જણાવાયું છે કે જો તમે તમારા ડિવાઈસના ઉપયોગ બાબતે ચિંતીત હો તો તમે એ ડહાપણ તમારા બાળકોમાં પણ સીંચી શકો.
પેરન્ટસ અને ટીનેજર્સની 500 જેડીના આધારે કરવામાં આવેલા સર્વેમાં જણાવાયું હતું કે બન્ને જૂતો ડિવાઈસ સાથે અને એકબીજા સાથે પર ગુંચવણભર્યો સંકુલ સંબંધ ધરાવે છે.
મોટાભાગના માબાપ તેમના બાળકો મોબાઈલને ચોંટી રહેતા હોવાથી ચિંતીત છે, પણ 10માંથી 4 ટીનેજ તેમના માબાપ વિષે આવી જ ચિંતા ધરાવે છે.
મોબાઈલ ડિવાઈસીસ પેરન્ટસ અને બાળકોની ઉંઘમાં ખલેલ પાડે છે એ સૌથી વધુ ચિંતાની બાબત છે. કેમકે ગાઢ અને પુરતી ઉંઘ હકારાત્મક પરિણામો સાથે જોડાયેલી છે.સર્વે મુજબ 26% પેરન્ટસએ જણાવ્યું હતું કે તે સ્માર્ટફોન અથવા ટેબ્લેટનો ઉપયોગ ઉંઘવા જતાની પાંચ મીનીટમાં ઉપયોગ કરે છે. આટલી જ સંખ્યામાં પેરન્ટસએ કબુલ કર્યું હતું કે રાત દરમિયાન તે ઓછામાં ઓછી એક વાર ફોન ચેક કરવા જાગી જાય છે. અન્ય 26%એ જણાવ્યું હતું કે ઉઠતાની પાંચ મીનીટમાં જ ડિવાઈસનો ઉપયોગ કરે છે.
આ દર ટીનેજર્સમાં વધુ છે. 40%એ જણાવ્યું હતું કે તે ઉંઘવા જવાની પાંચ મીનીટમાં ડિવાઈસનો ઉપયોગ કરવા લાગે છે; 36% એ જણાવ્યું હતું કે તે જાગતાની સાથે જ ડિવાઈસ ચેક કરે છે.
સર્વેના અન્ય એક તારણ મુજબ પુખ્ત વયના લોકો કરતાં તરુણો બેવડી સંખ્યામાં પથારીમાં ફોન સાથે સુવે છે. 29% ટીનેજર્સ અને 12% એડલ્ટસએ આવી ટેવ હોવાનું કબુલ્યું હતું.
રસપ્રદ વાત એ છે કે 52% પેરન્ટસએ કબુલ્યું હતું કે તે વધુ પડતો સમય મોબાઈલને રહે છે, પણ 39% ટીનેજરોએ આ વાત સ્વકારી હતી. સર્વપ્રથમ 10% ટીનેજર્સ માનતા હતા કે તેમના માબાપ મોબાઈલ પર વધુ સમય ગાળે છે. જયારે પેરેન્ટસમાં 10માંથી 6 (60%) બાળકોને ફોનની લતથી ચિંતીત હતા. 70%નું માનવું હતું કે તેમના બાળકો વધુ પડતો સમય મોબાઈલ પર ગાળે છે.


Advertisement