હીલ સ્ટેશનોએ પણ જવા જેવું નથી: ઉલમાંથી ચુલમાં પડવા જેવું થશે

05 June 2019 11:51 AM
India Travel
  • હીલ સ્ટેશનોએ પણ જવા જેવું નથી: ઉલમાંથી ચુલમાં પડવા જેવું થશે

પર્વતાળ વિસ્તારોમાં 30 ડીગ્રીથી વધુ તાપમાન હીટવેવ ગણાય છે

નવી દિલ્હી: દેશભરમાં ગરમી બોકાસો બોલાવી રહી છે ત્યારે વિશ્ર્વના 15 હોટેસ્ટ શહેરોમાં ભારતના 10 શહેરો સ્થાન પામ્યા છે.
રાજસ્થાનના ચુરુ અને શ્રી ગંગાનગરમાં રવિવારે તાપમાન 48.9 અને 48.6 ડીગ્રી સેલ્સીયસે પહોંચ્યું હતું. એ પછી પાકીસ્તાનના જેકોબાબાદ (48 ડીગ્રી)નો નંબર રહ્યો હતો.
અલ ડોરાડો વેધર વેબસાઈટ મુજબ ઉતરપ્રદેશના બાંદા (47.4 ડીગ્રી) અને હરિયાણાના નારનુઆલ (47.2 ડીગ્રી) એ પછીના ક્રમ રહ્યા હતા.
વિશ્ર્વના 15 હોટેસ્ટ શહેરોમાં પાકીસ્તાનના પાંચ શહેરો હતા. રવિવારે દેશનો બે તૃતીયાંશ ભાગ ગરમી-લુની ઝપટમાં હતો. દિલ્હી, જયપુર, કોટા, હૈદ્રાબાદ અને લખનઉમાં ગરમીનો પારો 45 ડીગ્રીને આંબી ગયો હતો. સામાન્ય રીતે હવા ખાવાના સ્થળો મનાતા શિમલા, નૈનીતાલ અને શ્રીનગરમાં પણ તાપમાન સામાન્ય કરતાં 2 થી 4 ડીગ્રી વધુ રહ્યું હતું. શિમલામાં મહતમ તાપમાન 32 ડીગ્રી અને નૈનીતાલમાં 33 ડીગ્રી હતું.
ઈન્ડીયન મીટીયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના ડેટા મુજબ છેલ્લા બે દસકામાં ઉતરખંડમાં મસૂરી જેવા હિલસ્ટેશને 1 જૂન 38 ડીગ્રી તાપમાન નોંધાતા આવા સ્થળોએ હોટ દિવસોની સંખ્યા વધી છે.
આઈએમડીના ડિરેકટર જનરલ મૃત્યુંજય મોટાપાત્રાના જણાવ્યા મુજબ પાકીસ્તાન અને રાજસ્થાનના રણમાંથી પશ્ર્ચિમી પવનો ગરમી મેળવતા હોવાથી હાલની સ્થિતિ સર્જાઈ છે. બંગાળના ઉપસાગર અને ઉતર-પશ્ર્ચિમના પવનો ફુંકાવા લાગશે એ પછી પશ્ર્ચિમી પવનો ગરમી ગુમાવશે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે દસકામાં હીટવેવની ફ્રીકવન્સી બની છે.
ફેબ્રુઆરીમાં સંસદને આપવામાં આવેલી માહિતી મુજબ 2010થી 2018 વચ્ચે ગરમીના કારણે 6167 લોકોનાં મોત થયા હતા. એકલા 2015માં 2081 માણસો માર્યા ગયા હતા.
મદાનોમાં 40 ડીગ્રી સેલ્સીયસથી વધુ તાપમાનને હીટવેવ કહેવામાં આવે છે. તટીય સ્થળોએ 37 ડીગ્રીથી વધુ અને પર્વતાળ વિસ્તારમાં 30 ડીગ્રીથી વધુ તાપમાનને હીટવેવ કહેવામાં આવે છે.


Loading...
Advertisement