સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા: અમેરિકા, યુરોપ ફરવાનું મોંઘુ થતાં પુર્વના દેશો તરફ ધસારો

04 June 2019 07:30 PM
Travel
  • સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા: અમેરિકા, યુરોપ ફરવાનું મોંઘુ થતાં પુર્વના દેશો તરફ ધસારો

દિલ્હીથી થાઈલેન્ડનું 4-5 દિવસનું હોલી-ડે પેકેજ 30000 આસપાસ: આટલી રકમમાં કેરળનું પેકેજ માંડ મળે છે

નવી દિલ્હી તા.4
જેટ એરવેઝની કટોકટી અને પાકીસ્તાની હવાઈ સીમા બંધ રહેતા અમેરિકા અને યુરોપનું પેકેજ મોંઘુ પડી રહ્યું હોઈ, ભારતીયો આ ઉનાળામાં ટુંકા અંતરના, વિઝા ઓન અરાઈવલ ડેસ્ટીનેશન પસંદ કરી રહ્યા છે.
થાઈલેન્ડ, મલેશિયા, મોરિશીયસ, કંબોડીયાઅને માલદીવ્સ જેવા સ્થળો હોટ-પીક બન્યા છે. આ દેશોની કેટલીક એરલાઈન્સ આકર્ષક ઓફર આપી પ્રવાસીઓને લલચાવી રહી છે.
મેઈક માલદ્વિપ ખાતેના ચીફ ઓપરેટીંગ ઓફીસર વિપુલ પ્રકાશના જણાવ્યા મુજબ જેટ એરવેઝ ગ્રાઉન્ડ થતાં કેપેસીટી મર્યાદાથી માંડી પાકીસ્તાનની એરસ્પેસ બંધ થવા વિમાનભાડામાં વધારો થયો છે. પ્રવાસીઓ વિઝા ફ્રી એન્ટ્રી અથવા વિઝા ઓન એરાઈવલ સુવિધા આપતા ટુંકા અંતરના દેશે પસંદ કરી રહ્યાનું અમે જોયું છે. યુરોપ અને અમેરિકાના વિમાનભાડાગત વર્ષની સરખામણીમાં 20-25% વધી જતા પુર્વના દેશોના સ્થળોએ ટ્રાફીક 18% વધી ગયો છે, ટ્રાવેલ પેકેજમાં 40થી50% હિસ્સો વિમાનભાડા પર અવલંબીત હોવાથી લાંબા અંતરના હોલીડે પ્રવાસે પર અસર પડે છે.
પાકીસ્તાને તેના દેશ પરથી ઉડતા વિમાનો પરનો પ્રતિબંધ 15 જૂન સુધી લંબાવ્યો છે. 27 ફેબ્રુઆરીએ લાવવામાં આવેલો પ્રતિબંધ ચાલુ મહિનાના અંતમાં ઉઠાવી લેવાય તેવી ધારણા હતી, પણ એ બર આવી નથી.
એર ઈન્ડીયાના સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીમાં અમેરિકા જતી ફલાઈટોમાં મુસાફરોની સંખ્યા ભાડાં વધતા ઘટી છે. ગલ્ફ જતા વિમાનોના ભાડા પણ 20% અને યુરોપના ભાડા 22% જેટલાં વધ્યા છે.
જેટ એરવેઝની કટોકટી અને પાકની એરસ્પેસ બંધ થયા ઉપરાંત એરએશિયા ભુવનેશ્ર્વર અને વિઝાગ જેવા નાના શહેરોમાંથી આંતરરાષ્ટ્રીય કનેકટીવીટી પુરી પાડી રહી હોઈ, પુર્વ તરફ જવાનું ચલણ વધ્યું છે.
જેટ એરવેઝે ગત વર્ષના અંતભાગમાંએપ્રિલથી તેની એમ્સ્ટર્ડમ, પેરિસ અને લંડનની બાકીની ફલાઈટસ એપ્રિલથી બંધ કરવા જાહેરાત કરી એથી ઘણા હોલીડે પ્રવાસીઓની યોજના ઉંધી વધી ગઈ હતી, કેમકે તેમણે વહેલું બુકીંગ કરી નાખ્યું હતું.
કોકસ એન્ડ કિંગ્સ ખાતેના રિલેશનશીપ હેડ કરન આનંદના જણાવ્યા મુજબ નવી દિલ્હીથી થાઈલેન્ડનો 4-5 દિવસનો હોલીડે વ્યક્તિદીઠ રૂા.28000થી 31000માં પડે છે. આ રકમ નવી દિલ્હીથી કેરળ અથવા ઉતરીય શહેરોમાં હોલી-ડે ખર્ચથી પણ ઓછી છે. ભારત- દક્ષિણ પુર્વ એશિયા રૂટ પર મોટી સંખ્યામાં લો-કોસ્ટ એરલાઈન્સ ઓપરેટ થતી હોવાથી પુર્વ તરફ ધસારો વધ્યો છે.
થાઈસ્માઈલ, નોક સ્કુટ, એરએશિયા, ગોએર, બેંગકોક એરવેઝ અને માલિન્ડો એર એ જયપુર, દિલ્હી, કોલકતા, હૈદ્રાબાદ અને ચેન્નાઈથી પણ આકર્ષક ઓફર આપી છે. મલેશિયા એરલાઈન્સ જેવી ફુલ સર્વિસ એરલાઈન્સ પણ લો-કોસ્ટ એરલાઈન્સ સાથેની હરીફાઈમાં સ્પર્ધાત્મક ભાડા ઓફર કરી રહી છે.
સાઉથઈસ્ટ એશિયન કેરિયરના એક અધિકારીએ જણાવ્યું હતું કે પુર્વ તરફની ફલાઈટો પેકપેક જાય છે.
થાઈલેન્ડ, હોંગકોંગ અને જાપાન જેવા ડેસ્ટીનેશન્સ ભારતીયોના આગમનમાં આર્થિક વૃદ્ધિ નોંધાવી રહ્યા છે. ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં ભારતમાંથી હોંગકોંગ આવતા પ્રવાસીઓની સંખ્યા 7.3% વધી છે. એપ્રિલ મહિનામાં જાપાનની મુલાકાત લેનારા ભારતીયોની સંખ્યા ગત વર્ષ કરતાં 4% વધી 18400ની થઈ છે. જાપાનમાં માર્ચ-એપ્રિલની પ્રખ્યાત એરી બ્લોસમ સીઝેન પુરી થઈ હોવાથી ભારતીયો એપ્રિલની જુલાઈ સુધી ચાલતો આલ્પાઈન રૂટ ખેડી રહ્યા છે. જાપાન નેશનલ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશનના એક પ્રવકતાએ જણાવ્યું હતું કે મે મહિનામાં પણ જાપાન જતા ભારતીય પ્રવાસીઓની સંખ્યા અસાધારણ રીતે વધી છે.

સમર ગેટવેઝ
થાઈલેન્ડ, મોરિશિયસ, ભૂતાન, કંબોડીયા અને માલદીવ્સ જતા પ્રવાસીઓ વધ્યા

પુર્વના
દેશોમાં જતા પ્રવાસીઓની સંખ્યા 18% વધી

અમેરિકા
જતી ફલાઈટસમાં પેસેન્જર ટ્રાફીક 15% ઘટયો

યુરોપ, અમેરિકાના વિમાનભાડા સરેરાશ 20-25% વધ્યા
ગલ્ફનું ભાડું 20 અને યુરોપનું ભાડું 22% વધ્યુ

ચાલુ વર્ષના પ્રથમ કવાર્ટરમાં હોંગકોંગ જતા ભારતીયોની સંખ્યા એપ્રિલમાં 7.3% હતી.

દિલ્હીથી થાઈલેન્ડનો 4-5 દિવસનો હોલીડેનો ખર્ચ 29,000 થી 31000 નવી દિલ્હીથી કેરળ કરતાં પણ સસ્તો


Loading...
Advertisement