'વંદે ભારત' બુલેટ એક્સપ્રેસ ટ્રેને રૂટ વધાર્યો: જાણો કયા રૂટ પર દોડશે આ ટ્રેન

04 June 2019 09:11 AM
India Travel
  • 'વંદે ભારત' બુલેટ એક્સપ્રેસ ટ્રેને રૂટ વધાર્યો: જાણો કયા રૂટ પર દોડશે આ ટ્રેન

ચેતકથી માંડીને વાયુપુત્ર, પવનપુત્ર નામ સૂચવાયા

Advertisementનવી દિલ્હી: ભારતથી પ્રથમ બુલેટ ટ્રેનનું કામ હજુ ચાલુ છે ત્યારે સોશ્યલ મીડીયામાં એનું નામાભિધાન થઈ રહ્યું છે. કેટલાકે તેનું ઉડાનાતાસ્તારી ચેતક, બુલેટ ભારત, મહાત્મા, અશ્ર્વમેઘ, પવનપુત્ર અને વાયુપુત્ર જેવા નામ સૂચવ્યા છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન એ લોકો પાસેથી બુલેટ ટ્રેનના નામો માંગ્યા હતા. પ્રોજેકટનો અમલ કરી રહેલું આ કોર્પોરેશન જુલાઈના પ્રથમ સપ્તાહમાં નવી બુલેટ ટ્રેનનું નામ નકકી કરે તેવી ધારણા છે. એજન્સીએ માયગવડોટઈન પ્લેટફોર્મ મારફત લોકોને ટિવટર ફેસબુક જેવી સાઈટ પર નામ સૂચવવા જણાવ્યું હતું.
નાગરિકોને નામ સાથે ટ્રેનનો માસ્કોની ડિઝાઈન સૂચવવા પણ જણાવ્યું છે. યુઝર્સને 25 માર્ચ સુધી સૂચનો પહોંચાડવા જણાવાયું હતું.
એનએચએસઆરસીએલના પ્રવકતાએ જણાવ્યું હતું કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે નામ અને માસ્કોટની ડિઝાઈન માંગવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીથી માર્ચ 2019 વચ્ચે 22000 એન્ટ્રી મળી હતી અને એમાં 4400 એન્ટ્રી માસ્કોટ માટે હતી.
પસંદગી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શી રાખવા માપદંડ મુજબ એન્ટ્રીઓ શોર્ટલીસ્ટ કરવા પ્રતિષ્ઠિત સરકારી સંસ્થાને રોકવામાં આવી છે. પસંદ કરાયેલી એન્ટ્રીથી આગામી મહિનામાં જાહેરાત કરાશે. પાંચ શોર્ટલિસ્ટેડ એન્ટ્રીમાંથી વિજેતાની પસંદગી એનએચએસઆરસીએલ કરશે. બુલેટ ટ્રેન માટે સૂચવાયેલા અન્ય નામોમાં પુલવામાં શહીદ એકસપ્રેસ પણ સામેલ છે. રાજકીય નેતાઓને આધારે સૂચવાયેલા નામ માન્ય રાખવામાં નહીં આવે.નામની કેટેગરીમાં વિજેતાને રૂા.50000નું રોકડ ઈનામ અને સર્ટીફીકેટ અપાશે. માસ્કોટનીશ્રેષ્ઠ એન્ટ્રીને રૂા.1 લાખનું ઈનામ અપાશે. બન્ને કેટેગરીમાં વિજેતા એન્ટ્રી જેવી જ સારી એન્ટ્રી માટે રૂા.10000ના આશ્ર્વાસન ઈનામ અપાશે.
500 કીમી લાંબી હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેકટનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2017માં કરાયો હતો. ભારતના 75માં સ્વાતંત્ર્ય દીન, 15 ઓગષ્ટ 2022ની ડેડલાઈન સરકારે ઉદઘાટન માટે નકકી કરી છે.


Advertisement