પાંચ વર્ષમાં આ ભાઈએ અઢી ફુટ દાઢી વધા૨ી છે

01 June 2019 11:41 AM
Off-beat World
  • પાંચ વર્ષમાં આ ભાઈએ અઢી ફુટ દાઢી વધા૨ી છે

લંડન તા. ૧
માથાના વાળ વધા૨વા હોય કે દાઢીના બન્નેમાં ઘણી જહેમત છે. અમેિ૨કાના કેન્ટકી ૨ાજ્યના લંડન શહે૨માં ૨હેતા લાન્સ વુટોન નામના ૩૨ વર્ષ્ાના ભાઈએ પહેલેથી બે-અઢી ઈંચ લાંબી દાઢી ૨ાખવાનો શોખ હતો. જોેકે ૨૦૧૪માં તેણે નક્કી ર્ક્યું કે હવે દાઢી કાપવી જ નથી. જેટલી વધે એટલી વધવા દેવી છે. દાઢી વધા૨વા પાછળનું એક કા૨ણ એ પણ હતું કે લાન્સને હેલોવીનમાં ચાંચિયા જેવો ડે્રસઅપ ક૨વો હતો. આમ તો તે એ વખતે નકલી દાઢી લગાવી શકે એમ હતો પણ જો ઓિ૨જિનલ દાઢી વધી શક્તી હોય તો એથી રૂડું બીજું શું હોઈ શકે? બસ, ભાઈએ દાઢીની કાળજી ૨ાખવી શરૂ ક૨ી અને કાપવાનું સદંત૨ બંધ ર્ક્યું. દાઢી વધતી ગઈ અને તેમણે વિશ્ર્વભ૨માં યોજાતી નાની-મોટી બિઅર્ડ કોમ્પિટિશનમાં પણ ભાગ લેવાનું શરૂ ક૨ી દીધું. અત્યા૨ સુધીમાં તેઓ ૩૦ જેટલી સ્પધાઓમાં ભાગ લઈ ચૂક્યા છે. દાઢીની લંબાઈ ત્રણ ફુટથી સહેજ જ ઓછી છે. અત્યા૨ સુધી તો દાઢી બહુ સ૨સ ૨ીતે મેઈનટેન ૨ાખી છે અને લાન્સભાઈની ઈચ્છા તો હજી એને લાંબી ક૨ીને પોતાના શ૨ી૨ેન ઢાંકી દે એટલી લાંબી દાઢી વધા૨વાની છે.


Loading...
Advertisement