ગુજરાતનું ગૌરવ: ગુજરાતની આ બે મહિલાઓએ સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું

01 June 2019 08:44 AM
Gujarat World
  • ગુજરાતનું ગૌરવ: ગુજરાતની આ બે મહિલાઓએ સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું
  • ગુજરાતનું ગૌરવ: ગુજરાતની આ બે મહિલાઓએ સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું

સુરતમાં અઠવાલાઇન્સ આદર્શ સોસાયટીમાં રહેતા આયુર્વેદ તબીબ ડૉ. આનંદ વૈદ્યની બન્ને દીકરીઓએ 22 મે બુધવારે વહેલી સવારે માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચીને ત્રિરંગો લહેરાવ્યો હતો. તેની સાથે અદિતિ અને અનુજાએ સુરત અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. ત્યારે હવે બન્ને બહેનો પરત સુરત ફરી છે.

સુરત અને ગુજરાતનું નામ રોશન કરનાર બે બહેનો માઉન્ટ એવરેસ્ટ સર કરીને પરત ફરી છે. આ બન્ને બહેનો અદિતિ વૈદ્ય અને અનુજા વૈદ્ય ગુજરાતની પ્રથમ મહિલાઓ બની છે. આજે સુરત એરપોર્ટ પર આગમન થયું હતું. તેમના પરિવાર અને મિત્રોએ વર્તુળ દ્વારા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું. મહત્વનું છે કે માઉન્ટ પર 29 હજાર 29 ફૂટ ઊંચાઇ પર જઇને પરત ફરી છે.

આ બન્ને બહેનોએ 30 માર્ચના રોજ એવરેસ્ટ બેઝકેમ્પ પરથી પર્વતારોહણની શરૂઆત કરી હતી. રોજ 4 મેના રોજ કાઠમાંડુથી નિકળી 6 મે સુધીમાં માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચી. આ દરમિયાન તેઓ ટ્રેકિંગની શરૂઆત કરી હતી. એક કેમ્પ પરથી બીજા કેમ્પ પર જવા માટે 6 કલાક જેટલો લાગ્યો હતો. અંતિમ બેઝ કેમ્પ એવરેસ્ટ જવા માટે 21 મેના રોજ નિકળ્યા 22 મેના રોજ 29 હજાર ફૂટ ઊંચાઇએ પહોંચી હતી. અહીં પહોંચીને ત્રિરંગો લહેરાવ્યો હતો.

મહત્વનું છે કે એવરેસ્ટ સર કરવા ગયેલી અદિતિ અને અનુજા સાથે વિશ્વના અન્ય દેશોના ૧૪ સાહસિકો અને ૨૫ શેરપા પણ હતા. આ તમામ દ્વારા માઉન્ટ એવરેસ્ટ પર સફળ આરોહણ કરાયું છે. ઉલ્લેખનીય છે કે અદિતિ અને અનુજાએ અગાઉ અમેરિકાના એકોનકાગુઆ પર્વત પર 22837 ફૂટની ઊંચાઇ સર કરી હતી.


Loading...
Advertisement