હવે તમારા લગ્નમાં ફોટોગ્રાફી માટે પણ રોબો બોલાવી શકાશે

31 May 2019 02:38 PM
Off-beat Technology
  • હવે તમારા લગ્નમાં ફોટોગ્રાફી માટે પણ રોબો બોલાવી શકાશે

લંડન : ઇંગ્લેન્ડના બર્મિંગહેમ સ્થિત એક કંપનીએ ઇવા નામ સેલ્ફી-રોબો ડિઝાઇન કર્યો છે. એની 23.8 ઇંચની ટચસ્ક્રીન છે જેના દ્વારા કલાયન્ટસ પોતાનો સેલ્ફી થઇ શકે છે. ઇવાની સ્ક્રીન પર સવાલ પુછાય છે કે શું તમારે સેલ્ફી લેવો છે? આ રોબો બોલી પણ શકે છે. કોઇ જાહેર પ્રસંગમાં જેમ ફોટોગ્રાફર દરેક જગ્યાએ ફરતો રહે છે અને ફોટોગ્રાફસ પાડે છે એમ ઇવો રોબો પણ આમતેમ ફરતો રહે છે અને છતાં કોઇનીયે સાથે ભટકાતો નથી. જો તમારે ફોટો પાડવો હોય તો એ કિલક કરી આપે છે અને ફોટો ઇમેલ દ્વારા યુઝરને મોકલી પણ આપે છે. આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સનું આ વધુ એક ઉદાહરણ છે. બ્રિટનના કેટલાક યુગલોને લગ્ન સમારંભનો વધુ રોમાંચક બનાવવા માટે આવા રોબો ફોટોગ્રાફર હાયર કરવાનું ગમવા લાગ્યું છે. જો કે આ સર્વિસ જરા મોંઘી પડે એમ છે કેમ કે આ રોબોને ત્રણ કલાક હાયર કરવાનો ખર્ચ છે 499 પાઉન્ડ એટલે કે લગભગ 44,000 રૂપિયા અને એ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ખર્ચ જુદો.


Loading...
Advertisement