54% હેલ્થ પ્રોફેશ્નલ્સ પુરતી લાયકાત વગરના

31 May 2019 11:49 AM
Health India
  • 54% હેલ્થ પ્રોફેશ્નલ્સ પુરતી લાયકાત વગરના

ભારતમાં 20% ડોકટરો પ્રેકટીસ કરતા નથી: 15% એલોપેથીક ડોકટરોની લાયકાત હાયર સેક્ધડરીથી પણ ઓછી

Advertisement

નવી દિલ્હી: ડોકટરો, નર્સો, દાયણો અને અન્ય પેરામેડીકલ સહીત ભારતમાં 54% હેલ્થ પ્રોફેશનલ પાસે જરૂરી લાયકાત નથી, જયારે પુરતી લાયકાત ધરાવતા 20% ડોકટરો હાલમાં કામ કરતા નથી.
બ્રિટીશ મેડીકલ જર્નલ (બીએમજે)માં પ્રસિદ્ધ થયેલા અભ્યાસમાં દેશમાં, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં કવોલિટી કેરની અછત બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
રજીસ્ટર્ડ હેલ્થ પ્રોફેશનલ્સ અને ખરેખર પ્રેકટીસ કરતા લોકોની સંખ્યા વચ્ચેની અસમાનતા તરફ આંગળી ચીંધતા અભ્યાસમાં નેશનલ સેમ્પલ સર્વે હેઠળ 38 લાખ હેલ્થ વર્કફોર્સની સંખ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
પરંતુ જુદા જુદા એસોસીએશનો સાથે રજીસ્ટર્ડ સંખ્યા કરતાં કામ કરતા હેલ્થ પ્રોફેશનલ્સની સંખ્યા 12 લાખ ઓછી છે. હાલમાં કામ કરતા હેલ્થ પ્રોફેશનલ્સમાંથી 25% પાસે પ્રોફેશનલ્સ કાઉન્સીલોએ નકકી કરેલી લાયકાત નથી.
એનએસએસ મુજબ દર 10000ની વસ્તી છે. ડોકટરો, નર્સો અને દાયણોની સંખ્યા (ડેન્સીટી) 20.6 અને રજીસ્ટ્રી ડેટા મુજબ 26.07 છે. આ આંકડા હેલ્થ સંસાધનોની માંગ અને પુરવઠા વચ્ચે વળતો તફાવત દર્શાવે છે.
ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ પબ્લીક હેલ્થ અને પબ્લીક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડીયાના સંશોધકો દ્વારા કરાયેલા આ અભ્યાસ રાષ્ટ્રીય પ્રતિનિધિત્વરૂપ સમાજના જુદા જુદા વર્ગોના પરિવારો અને સેન્ટ્રલ બ્યુરો ઓફ હેલ્થ ઈન્ટેલીજન્સના પ્રસિદ્ધ દસ્તાવેજોના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો.
ડોકટરો (એલોપેથીક, ડેન્ટલ અને આયુષ) માટે જરૂરી લાયકાત ગ્રેજયુએટ અથવા મેડીસીનમાં પોસ્ટ ગ્રેજયુએટ અને નર્સો અને મીડવાઈફ માટે મેડીસીન અથવા સંબંધીત ક્ષેત્રમાં ટેકનીકલ શિક્ષણ સાથે હાયર સેક્ધડરી છે.
અભ્યાસના પરિણામો સૂચવે છે કે હેલ્થ વર્કર્સના 58% પુરુષો છે. એલોપેથીક, આયુષ અને ડેન્ટલ કેટેગરીમાં પુરુષો વધુ છે, જયારે નર્સ અને મીડવાઈફ કેટેગરીમાં પુરુષોની સંખ્યા ઓછી છે.
તમામ હેલ્થ વર્કસમાંથી 30% અને એલોપેથીક ડોકટર્સમાંથી 15% એ તેમની શૈક્ષણિક યોગ્યતા હાયર સેક્ધડરીથી ઓછી દર્શાવી છે. મોટાભાગના હેલ્થ વર્કર્સ (57%) એ રેગ્યુલર વેજ અર્નર્સ તરીકે કામ કરતા હોવાનું જણાવ્યું છે.


Advertisement