કાલથી ક્રિકેટ વર્લ્ડકપ 2019નો પ્રારંભ

29 May 2019 12:04 PM
Sports
  • કાલથી ક્રિકેટ વર્લ્ડકપ 2019નો પ્રારંભ

વિશ્વના કરોડો ક્રિકેટ ચાહકો માટે ‘મહાકુંભ’નો રોમાંચ:ઓવેલમાં પ્રથમ મેચ યજમાન ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે: કાઉન્ટડાઉન શરૂ હાલમાં હાઈ સ્કોરીંગ માટે જાણીતી ઈંગ્લેન્ડની ટીમ હીટ એન્ડ વિનના મિજાજમાં....

લંડન: કાલથી 45 દિવસ માટે વિશ્ર્વના કરોડો ક્રિકેટ ચાહકો માટે મહાકુંભ કરતા પણ વધુ ઉતેજના હશે. ઈંગ્લેન્ડમાં કાલથી પ્રારંભ થનારા વર્લ્ડકપ 2019 માટેની તમામ તૈયારીઓ પુર્ણ થઈ છે અને પ્રથમ મેચમાં યજમાન ઈંગ્લેન્ડ તથા વર્લ્ડકપમાં ચોકર્સનું બિરુદ મેળવનાર સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ મેચ રમાશે.
ક્રિકેટના જન્મદાતાનું બિરુદ મેળવનાર ઈંગ્લેન્ડની ટીમ તેના પ્રથમ ટાઈટલની તલાશમાં છે તો દક્ષિણ આફ્રિકા અત્યાર સુધીમાં શા માટે વર્લ્ડકપ જીતી શકી નહી તે પ્રશ્ર્ન છે. ઈંગ્લેન્ડની ટીમે તાજેતરમાં નવી ફોર્મ્યુલા અપનાવી છે.
બીગ સ્કોર 300થી ઉપર રન કરો અને બાકીનું કામ બોલર પર છોડી દો અને તે હાલમાં જ પાક ટીમ સામે તે સફળ રહ્યું છે. જો બાલર, જેસન રોય, બેઈસ્ટ્રો આ માટે પ્રખ્યાત છે તો જેફરી આર્ચર, માર્કવુડ અને લીયમ ટીમના સ્કોરને ડિફેન્ડ કરવાની જવાબદારી સ્વીકારશે તો 1992-1999-2003 અને 2007માં વર્લ્ડકપમાં સૌથી મોટી કમનસીબ સાબીત થયેલી દ.આફ્રિકાની ટીમ માટે ઈંગ્લેન્ડની બેટસમેનને રોકવા મોટો પડકાર હશે. ઓવેલની પી અને ઈંગ્લેન્ડનું ગરમ હવામાન બેટસમેન માટે મદદરૂપ છે અને તેથી ટોસ મહત્વનો બની રહેશે.


Loading...
Advertisement