બાલાકોટ એર સ્ટ્રાઈકના 3 મહિના બાદ પાકિસ્તાને પહેલી વાર ખોલ્યા હવાઈ માર્ગ

28 May 2019 09:56 AM
India
  • બાલાકોટ એર સ્ટ્રાઈકના 3 મહિના બાદ પાકિસ્તાને પહેલી વાર ખોલ્યા હવાઈ માર્ગ

નવી દિલ્હી: વિદેશ મંત્રાલયના સૂત્રો દ્વારા માહિતી મળી છે કે, સુષ્મા સ્વરાજે પાકિસ્તાનના એર સ્પેસની યાત્રા કરી છે. થોડા સમય પહેલા તેઓ કિર્ગિસ્તાનમાં શાંઘાઈ સંગઠનના કાર્યક્રમમાં સામેલ થયા હતા. તે દરમિયાન થોડા સમય માટે પાકિસ્તાને એર સ્પેસ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભારતીય વાયુ સેનાના વિમાનો દ્વારા 26 ફેબ્રુઆરીના દિવસે બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, ત્યાર બાદ લગભગ 3 મહિના બાદ પાકિસ્તાને પહેલી વખત પોતાના હવાઇ માર્ગ ખુલ્લા કરવામાં આવ્યા છે.`
વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકારે સુષ્માની યાત્રા અંતર્ગત હવાઇ માર્ગ ખોલવા માટે પાકિસ્તાન સરકારને અનુરોધ કર્યો હતો. આ બાબતે પાકિસ્તાન સરકારે વિશષ અનુમતિ ન મળે તો સુષ્માને બિષ્ટેક પહોંચવામાં આઠ કલાક લાગી શકે છે.લગભગ 3 મહિનાથી બંધ પાકિસ્તાની એર સ્પેસના કારણે હજારો યાત્રિઓને નુકશાન ભોગવવું પડે છે. આના કારણે લગભગ દરરોજ 350 ફ્લાઇટ અને હજારો યાત્રિકોને હેરાન થવુ પડે છે.સુષ્મા સ્વરાજ 21મે ના દિલસે કિર્ગિસ્તાનના બિશ્કેકમાં sco દેશના વિદેશ પ્રધાનો સાથે બેઠકમાં ભાગ લેવા ગઇ હતી.સંધાઇ સહયોગ સંગઠનની આ બેઠકમાં સુષ્મા સ્વરાજે પુલવામાં આતંકી હુમલા વિશે વાત કરી, તેમણે શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી અને આતંકવાદ વિરુદ્ધ લડવા માટે દેશને પ્રતિબધ્ધ થવા જણાવ્યું.આ બેઠકમાં પુલવામાં હુમલા બાદ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને તેમના પાકિસ્તાની સમકક્ષ શાહ મહમુદ કુરેશી પહેલી વખત એક બીજાની સામે આવ્યા હતા. વધુ માહિતી મૂજબ પુલવામાં આતંકી હુમલા બાદ બંન્ને દેશ વચ્ચે તણાવનો માહોલ બનેલો છે. આ હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાક. સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે લીધી હતી.


Loading...
Advertisement