રાજ્યમાં ગમગીન માહોલ વચ્ચે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 73.26% પરિણામ જાહેર

25 May 2019 08:22 AM
Education Gujarat
  • રાજ્યમાં ગમગીન માહોલ વચ્ચે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 73.26% પરિણામ જાહેર
  • રાજ્યમાં ગમગીન માહોલ વચ્ચે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 73.26% પરિણામ જાહેર
  • રાજ્યમાં ગમગીન માહોલ વચ્ચે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 73.26% પરિણામ જાહેર
  • રાજ્યમાં ગમગીન માહોલ વચ્ચે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 73.26% પરિણામ જાહેર

ગાંધીનગર આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયુ છે. જેમાં અંદાજે 5 લાખ 33 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે

Advertisement

21 મેના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પહેલા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 10મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આજે બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

 


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શાળાઓમાં સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. સમગ્ર રાજ્યભરમાંથી ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં કુલ 5,33,626 વિદ્યાર્થીઓ પરિક્ષા આપી હતી.

આજે ગુજરાત બોર્ડનુ ધો. 12 કોમર્સ નું 73.26% પરિણામ જાહેર થયેલ છે. જેમાં A1 ગ્રેડમાં 792 વિદ્યાર્થીઓ નો સમાવેશ થાય છે. આ પરિણામ ગત વર્ષ કરતા 4.31 ટકા વધુ છે. 100% પરિણામ ધરાવતી શાળાઓ 222. વિદ્યાર્થી બેહેનોનું પરિણામ 79.27% છે ત્યારે ભાઈઓ નું 67.74% છે. રાજ્યમાં કુલ 2,20,980 છાત્રો નાપાસ થયા અને કુલ 2,60,503 છાત્રો પાસ થયા. A1માં સૌથી વધુ સુરતના છાત્રો 294 અને 129 રાજકોટના.
સૌરાષ્ટ્ર કચ્છ નું જિલ્લાવાર પરિણામ :
અમરેલી : 68.96
કચ્છ : 81.33
જમનગર : 80.37
જૂનાગઢ : 55.32
ભાવનગર : 81.04
રાજકોટ : 79.59
સુરેન્દ્રનગર : 80.22
પોરબંદર : 74.53
બોટાદ : 84.83
દ્વારકા : 79.91
ગીર સોમનાથ : 78.66
મોરબી : 84.11

જો કે ગત રોજ સુરતમાં બનેલી આગની ઘટનામાં ભોગ બનેલા લોકોમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ પણ હતા. એક તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓને પરિણામ જાહેર થવાની ખુશી હતી,તો બીજી તરફ સુરતમાં બનેલી આગની ઘટનામાં 22 લોકોના મોત થયાનું દુઃખ.

 


Advertisement