ઈસરો દ્વારા રડાર ઈમેજિંગ અર્થ સેટેલાઈટ સફળતાથી લોન્ચ કરાયો

23 May 2019 03:54 PM
India Technology

Advertisement


ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) દ્વારા રડાર ઈમેજિંગ અર્થ સેટેલાઈટ (રિસેટ-2બી)ને બુધવારે સફળતાથી લોન્ચ કરવામાં આવ્યો છે. તેને આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી પીએસએલવી-સી46 રોકેટથી સવારે 5.27 વાગે લોન્ચ કરવામાં આવ્યો છે. આ સેટેલાઈટ સીમાઓની દેખરેખ કરશે અને ઘૂસણખોરી અટકાવવામાં મદદ કરશે. 615 કિલો વજનના આ ઉપગ્રહને લોન્ચિંગના 15 મિનિટ પછી પૃથ્વીની કક્ષામાં છોડવામાં આવ્યો છે. રિસેટની સેવા સતત મળતી રહે તે માટે 300 કિલોગ્રામના રિસેટ-2બી સેટેલાઈટ સાથે સિન્થેટિક અપર્ચર રડાર (સાર) ઈમેજર પણ મોકલવામાં આવ્યું છે. રિસેટ-2બીને ધરતીથી 555 કિમીની ઉંચાઈ પર પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.


Advertisement