LED લાઈટથી પાવર બિલ ઘટે, પણ આંખની રેટિનાને નુકશાન પહોંચે

22 May 2019 03:52 PM
Technology
  • LED લાઈટથી પાવર બિલ ઘટે, પણ આંખની રેટિનાને નુકશાન પહોંચે

ભારતમાં મોદી સરકારે LED લાઈટીંગને પ્રોત્સાહન આપવા સસ્તા ભાવે બલ્બ અને ટયુબલાઈટનું વિતરણ કરવા વ્યવસ્થા ગોઠવી હતી. વડાપ્રધાને અનેકવાર પોતાની સરકારની સિદ્ધીઓના ગુણગાન ગાતાં LED લાઈટીંગથી લોકોને કરોડોનો ફાયદો થયાનો પ્રચાર કર્યો હતો. પરંતુ ફ્રેંચ રેગ્યુલેટરે જોખમો સામે આંગળી ચીંધી આરોગ્ય પરના જોખમો વિષે અભ્યાસની હિમાયત કરી છે

Advertisement

નવી દિલ્હી: LED લાઈટ તમારી આંખોને નુકશાન પહોંચાડે છે. આવું સૂચવતા કોઈ નિર્ણાયાત્મક નકકર પુરાવા નથી, પણ ઘણાં દેશોનું આરોગ્ય નિયમન ભંગ- વોચ ડોગ કહે છે કે આવું જોખમ નકારી શકાય નહીં.
આવી ચેતવણી આપનારા સંગઠનોમાં હવે ફ્રેંચ એજન્સી ફોર ફુડ એનવાયર્મેન્ટલ અને ઓકયુપેશનલ હેલ્થ એન્ડ સેફટી (ઓએનએસઈએસ)નો ઉમેરો થયો છે. 400 પાનાના રિપોર્ટમાં સરકારી હેલ્થ એજન્સીએ જણાવ્યું છે કે LED લાઈટીંગમાં બ્લુ લાઈટ રેટીનાને નુકશાન કરી શકે છે. ધનિષ્ટ અને શક્તિશાળી (LED) લાઈટમાં એકસપોઝર ‘ફોટોટોકસટીક’ છે, અને ભરપાઈ ન થઈ શકે તેવું રેટીના સેલને નુકશાન થાય છે અને દ્રષ્ટીની તીવ્રતા ઘટી જાય છે.
ભારતમાં LEDનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. ઘરની અંદર અથવા બહાર LED લાઈટીંગનો ઉપયોગ વધતો જાય છે. ઓટોમોબાઈલ LEDલાઈટસમાં પણ હાઈ ઈન્ટેન્સીટીવાળા LEDનો ઉપયોગ વધી રહ્યો છે.
આ લાઈટસ એનર્જી એફીસીયન્ટ, એટલે કે કરકસરયુક્ત છે, પણ જૂના ઈનકેન્ડેલેન્ટ બલ્બની સરખામણીએ એમાં વધુ બ્લુ લાઈટ પેદા થાય છે. આવુ નિષ્ણાંતો કહે છે કે સૈદ્ધાંતિક રીતે LED લાઈટસમાં રેટીના સેલને નુકશાન કરવાની ક્ષમતા છે. જો કે આ માટે તે નુકશાનકારક એકસપોઝરના ગાળા અથવા તીવ્રતા પુરવાર કરવા મોટા પાયે કિલનિકલ ટ્રાયલની હિમાયત કરે છે. એઈમ્સ ખાતેના પુર્વ ઓપ્થેલેપોલોજીના પ્રાધ્યાપક ડો. રાજયવર્ધન આઝાદના જણાવ્યા મુજબ એલાર્મ જાહેર કરતા પહેલા આપણને નિર્ણયાત્મક ડેટાની જરૂર છે.
પબ્લીક હેલ્થ સ્પેશ્યાલીસ્ટ ડો. ચંદ્રકાંત એલ.પાંડવના મત મુજબ કોન્સ્ટન્ટ ફિલકર અનેLED લાઈટસમાં ગ્લેર ચિંતાની બાબતો છે. આંખની તંદુરસ્તી માટે યોગ્ય ન હોય તેવો ઉંચો ફિલકર રેટ ભારતમાં મળતા કઊઉમાં છે. ભૂતકાળના અભ્યાસોમાં પણ ફિલકરને ખરાબ બનાવતા એકસપોઝરના ગાળા, રેટીનાનો વધુ ભાગ સ્ટીમ્યુલેશન મેળવતો હોય, ફલેશની વધુ બ્રાઈટનેસ જેવા પરિબળો તરફ અંગુલીનિર્દેશ કરવામાં આવ્યો હતો. એ ઉપરાંત આજુબાજુના પ્રકાશથી વધુ વિપરીત વાતાવરણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
એઈમ્સના કોમ્યુનીટી મેડીસીનના પુર્વ વડાએ જણાવ્યું હતું કે આર્ટિફીશ્યલ લાઈટીંગ રોજબરોજના જીવનનો અવિભાજીત ભાગ બની ગયો છે. ઉપયોગ તથા સરકાર LED બલ્બને પ્રોત્સાહન આપી રહ્યા હોઈ, અંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબના ફોટોબાયોલોજીકલ સેફટી સ્ટાન્ડર્ડ ભારતમાં બનાવવામાં આવે તે જરૂરી છે. નવી કવોલિટી LED લાઈટીંગમાં ફિલકર અને ગ્લેર ચિંતાનો વિષય છે.
ગત વર્ષે યુરોપીયન કમીશને અભિપ્રાય આપ્યો હતો કે કઊઉના સામાન્ય વપરાશથી સામાન્ય માણસના આરોગ્યને અવળી અસર થતી હોવાના પુરાવા નથી. આમ છતાં, LED લાઈટીંગની આરોગ્ય પર અસરો વિષે અપુરતા સંશોધનો થયા છે, અને ઘણાં પાસાનો અભ્યાસ થવો જોઈએ. ખાસ કરીને ફિલકરની અસરોને બારીકાઈથી તપાસવાની જરૂર છે.
LED લાઈટ શું છે?
* ઈલેકટ્રોન ડાયોડ અથવા સેમી કંડકટર ડિવાઈસમાં ગતિ કરે ત્યારે ઈલેકટ્રીક સર્કીટમાં રેડીએશન પેદા કરતા આ નાના લાઈટ બલ્બ છે.
* મોટાભાગની લાઈટીંગ એપ્લીકેશન્સમાં LEDમાંના પ્રકાશ ફોસ્ફેટનો ઉપયોગ કરી અન્ય રંગમાં રૂપાંતરીત થાય છે.
નવો અભ્યાસ
* ફ્રેંચ એજન્સી ફોર એન્વાયર્મેન્ટસ એન્ડ ઓકયુપેશનલ હેલ્થ એન્ડ સેફટીના દાવા મુજબ LED લાઈટીંગમાં બ્લુ લાઈટ આંખના રેટીનાને નુકશાન કરી શકે છે.
* રિપોર્ટમાં દાવો કરાયો છે કે લાંબા સમયના એકસપોઝરથી રેટીનલ ટીસ્યુના એજીંગની પ્રક્રિયા ઝડપી બને છે અને વયસંબંધીત જોકયુલર ડીજનરેશન જેવી ડીજનરેટીવ બીમારીઓ થાય છે.
* LEDલાઈટસ સ્લીપ પેટર્નને પણ અસર કરી શકે છે.
એડવાઈઝરી
* આંખના નિષ્ણાંતો કહે છે કે જોખમો સિદ્ધ કરતા વધુ પુરાવાની જરૂર છે.
* ફિલકવરેટ ઓછો રહે તે માટે LED પ્રોડકટસનું નિયંત્રણ કરવા હાકલ
* આરોગ્યની ચિંતા સુનિશ્ર્ચિત કરતા વધુ અભ્યાસ જરૂર છે.


Advertisement