અનિલ અંબાણીએ રાફેલ મુદ્દે કરેલ માનહાનિ દાવો શા માટે પાછો ખેચે છે, જાણો વિગતો......

22 May 2019 09:25 AM
India Politics
  • અનિલ અંબાણીએ રાફેલ મુદ્દે કરેલ માનહાનિ દાવો શા માટે પાછો ખેચે છે, જાણો વિગતો......
  • અનિલ અંબાણીએ રાફેલ મુદ્દે કરેલ માનહાનિ દાવો શા માટે પાછો ખેચે છે, જાણો વિગતો......

ઉદ્યોગપતિ અનિલ અંબાણીની રિલાયન્સ સમૂહે મંગળવારે અહીંની એક કોર્ટમાં વિવાદાસ્પદ રાફેલ ડીલ મામલે એક આર્ટિકલ અને નિવેદનો પર કોંગ્રેસ અને નેશનલ હેરાલ્ડ વિરુદ્ધનો માનહાનિ દાવો પાછો લેવાનો નિર્ણય લીધો છે. જસ્ટિસ પી.જે. તમાકુવાલાએ કોર્ટમાં આ મામલાની સુનાવણી કરી રહી છે.

Advertisement

નેશનલ હેરાલ્ડના વકીલ પી.એસ. ચ્મપનેરી અને અન્ય કેટલાક બચાવકર્તાઓએ રિલાયન્સ સમુહના વકીલ રસેશ પારિખે આ વિશે સૂચિત કર્યા છે કે એમને (અનિલ અંબાણી) સમૂહ પાસેથી આ મામલાને પાછો લેવા વિશે નિર્દેશ મળી ચૂક્યો છે.એમણે કહ્યું કે ગ્રીષ્મ અવકાશ બાદ કોર્ટની કાર્યવાહી શરૂ થયા બાદ કેસ પાછો લેવાની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અનિલ અંબાણીની સ્વામિત્વ વાળી કંપનીઓ રિલાયન્સ ડિફેન્સ, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સ એયરોસ્ટ્રક્ચરે કોંગ્રેસ પાર્ટીના નેતા સુનીલવ જાખડ, રણદીપ સિંહ સુરજેવાલા, ઓમાન ચાંડી, અશોક ચૌહાણ, અભિષેક મનુ સિંઘવી, સંજય નિરુપમ, શક્તિ સિંહ ગોહિલ, કેટલાક પત્રકારો અને નેશનલ હેરાલ્ડ વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો.માનહાનિ મામલે નેશલન હેરાલ્ડના સંપાદક જફર આગા અને સમાચાર પત્ર દ્વારા પ્રકાશિત લેખના લેખક વિશ્વ દીપક વિરુદ્ધ કેસ દાખલ કરાયો હતો.


Advertisement