ભારતીય હવાઈદળનું એ હેલીકોપ્ટર સેલ્ફ-હીટથી તોડી પડાયું હતું

21 May 2019 02:40 PM
India
  • ભારતીય હવાઈદળનું એ હેલીકોપ્ટર સેલ્ફ-હીટથી તોડી પડાયું હતું

તા.27 ફેબ્રુઆરીના પાક હવાઈદળ સાથેની મુઠભેરમાં ગંભીર ભુલ થઈ :શ્રીનગરના એર ઓફીસર કમાન્ડીંગને દૂર કરાયા: આઈએફના હેલીકોપ્ટરને પારખવામાં ભુલ થઈ: છ અધિકારીઓ માર્યા ગયા હતા

Advertisement

નવી દિલ્હી તા.21
પુલવામા બાદ ભારતે કરેલી એરસ્ટ્રાઈકના પગલે ગત તા.27 ફેબ્રુઆરીના રોજ શ્રીનગરના પરના પાકિસ્તાન હવાઈદળના વિમાનોએ હુમલો કરવા માટે જે ઉડાન ભરી હતી તે સમયે ભારતીય હવાઈદળના વિમાનોએ તેનો મુકાબલો કરીને પાકનું એફ-16 વિમાન તોડી પાડયું હતું. આ પુર્વે ભારતીય હવાઈદળના છ અધિકારીઓ સાથેનું એમઆઈ-17 હેલીકોપ્ટર તૂટી પડયું તેમાં શ્રીનગરના એર ઓફીસર કમાન્ડીંગનો જ ખોટો આદેશ હોવાનું બહાર આવતા તેઓને તાત્કાલીક દૂર કરવામા આવ્યા છે. વાસ્તવમાં ભારતીય હવાઈદળના વિમાન પર શ્રીનગર નજીકના એર ડીફેન્સ સીસ્ટમ મારફત જ મીસાઈલ છોડવામાં આવ્યું હતું અને તેને કારણે આ હેલીકોપ્ટર તૂટી પડતા છ અધિકારીઓના મોત થયા હતા. રશિયન બનાવટનું આ હેલીકોપ્ટર સવારે 10.05 કલાકે આકાશમાં હતું અને આ જ સમયે ભારત તથા પાકિસ્તાની હવાઈ દળના આ વિમાનો કાશ્મીરના નવસેરા ક્ષેત્રમાં એકબીજા સામે ડોગફાઈટ કરી રહ્યા હતા અને આ સમયે વીંગ કમાન્ડર અભિમન્યુના જેટ વિમાને પાકિસ્તાની એફ-16ને તોડી પાડયું હતું પણભારતીય હવાઈદળનુંહેલીકોપ્ટર અચાનક તૂટી પડયું તે અંગે તપાસ હાથ ધરાઈ હતી. વાસ્તવમાં પાકિસ્તાની હવાઈદળના વિમાનો આ ક્ષેત્રમાં આવી રહ્યા હોવાની જાણ થતા જ છ અધિકારીઓ સાથેના હેલીકોપ્ટરને પરત બોલાવાયા હતા પરંતુ તેમને સલામત ઝોનમાંથી ઉડવાને બદલે શ્રીનગર ખાતે પરત બોલાવાયા અને આ સમયે જ ગ્રાઉન્ડ મિસાઈલ સીસ્ટમ પરથી ભારતીય હવાઈદળના હેલીકોપ્ટરને ઓળખવામાં ભુલ થઈ અને તેને પાકિસ્તાની ગણીને તેના પર એરડીફેન્સ સીસ્ટમે નાનુ મિસાઈલ છોડયુ હતું અને હેલીકોપ્ટર તૂટી પડયું હતું. સમગ્ર ઓપરેશનમાં શ્રીનગર હવાઈદળના એર ઓફીસર કમાન્ડીંગની ભુલ હોવાનું તપાસમાં આવ્યું હતું. વાસ્તવમાં આઈએફના હેલીકોપ્ટરે તેની ઓળખ ઓટોમેટીક રીતે જ ગ્રાઉન્ડ સીસ્ટમ પર મોકલી હતી અને તેની નોંધ લેવામાં આવી ન હતી.


Advertisement