ટંકારાની આઇટીઆઇમાં પ્રવેશની કામગીરી શરૂ કરાઇ

21 May 2019 02:26 PM
Morbi
Advertisement

ટંકારા તા.21
ટંકારામાં સરકારી આઇટીઆઇમાં ચાલતા વિવિધ ટ્રેડોમાં પ્રવેશ કામગીરી ઓનલાઇન શરૂ થયેલ છે. ટંકારામાં કરોડોના ખર્ચે સરકારી આઇટીઆઇનું અદ્યતન બિલ્ડીંગ બનાવાયેલ છે. કિંમતી ફર્નીચર તથા સાધન સામગ્રીઓ વસાવામાં આવેલ છે.
ટંકારાની આઇટીઆઇમાં એનસીવીટી તાલીમ વ્યવસાયના ફીટર, વાયરમેન, મિકેનીકલ ડીઝલ, કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રેસીસ આસીસ્ટન્ટ સ્યુઇંગ ટેકનોલોજીના ટ્રેડ ચાલે છે.
પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આ ઉપરાંત આઇટીઆઇ ટંકારા ખાતે પણ ફોર્મ ભરાશે. આ માટે સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર પી.ટી.માકાસણા 96243 76133 તથા એસ.બી.કંઝારીયા મો.નં.97278 71917નો સંપર્ક સાધવો. ટંકારા આઇટીઆઇ ખાતે લીડરશીપ, ટીમવર્ક, મોટીવેશન, કોમ્યુનિકેશન સ્કીલ જેવી સોફટ સ્કીલની તાલીમ પણ આપશે.


Advertisement