મોરબીમાં સાર્થક વિદ્યાલય ખાતે ધો.10ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો

21 May 2019 02:26 PM
Morbi
  • મોરબીમાં સાર્થક વિદ્યાલય ખાતે ધો.10ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો
  • મોરબીમાં સાર્થક વિદ્યાલય ખાતે ધો.10ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો

Advertisement

ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા આજે ધો.10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જો કે ત્યાર પહેલા બોર્ડના વિદ્યાર્થીઓ તેમજ તેના વાલીઓના મનમાં કારકિર્દી લક્ષી એક નહિ અનેક સવાલો હોય છે જેના સમાધાન માટે મોરબીની સાર્થક વિદ્યાલય ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર રાખવામાં આવ્યો હતો જેમાં ઘણા વિદ્યાર્થીઓ તેમના વાલીઓની સાથે હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, દરેક વિદ્યાર્થીના જીવનમાં ધો.10 પછી કારકિર્દી લક્ષી ઘણું બધું પરિવર્તન આવે છે આવા સમયે જો વિદ્યાર્થીને જરૂરી માર્ગદર્શન મળી રહે તો તેને જીવનમાં સફળતાના શિખરો સર કરતા કોઈ રોકી શકતું નથી તે હક્કિત છે માટે મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં એલ ઈ ગ્રાઉન્ડની બાજુમાં આવેલ સાર્થક વિદ્યાલય ખાતે આવતી ગઈકાલે સવારે 9:00 થી 11:00 કલાક સુધી કારકિર્દી માર્ગદર્શન સેમીનાર રાખવામાં આવ્યો હતો જેમાં ધો.10 ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ તેમજ તેના વાલીઓ આવ્યા હતા અને તેમને શિક્ષણ જગતના નિષ્ણાતો દ્વારા સાયન્સ, કોમર્સ, આર્ટસ અને ડીપ્લોમાં અંગેની વિસ્તુત માહિતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Advertisement