જુનાગઢ જિલ્લાની આવાસ યોજનામાં અનેક જરૂરિયાતમંદોના નામો લીસ્ટમાંથી બાકાત: રોષ

21 May 2019 02:23 PM
Junagadh

ઘર વિહોણા અને કાચા મકાનોને પાકા બનાવવાની યોજના ટલ્લે ચડી?

Advertisement

જુનાગઢ તા.21
જુનાગઢ જિલ્લામાં ઘરવિહોણા તથા કાચા મકાનોને પાકા બનાવી દેવાની સરકારની યોજનાને ટલ્લે ચડાવી દેવામાં આવી છે. જરૂરીયાત મંદ લાભાર્થીઓના નામ લીસ્ટમાંથી બાકાત કરી દેવાયા છે. લીસ્ટમાં ગેરરીતિના આક્ષેપો પણ ઉઠવા પામ્યા છે. ડોર ટુ ડોર સર્વે કરવામાં આવે તો જ સાચા જરૂરીયાતમંદોને લાભ મળી શકે તેવી કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
ઘર વિહોણા લોકોને 100 ચા.વાર.ના પ્લોટ અથવા પાકા ઘર બનાવી આપવાની સરકારની યોજના છે. પરંતુ જુનાગઢ જીલ્લામાં આ યોજના ટલ્લે ચડાવી દેવામાં આવી છે.
તંત્ર દ્વારા લીસ્ટમાં નામ હોય તેને સહાય મળે છે. આ લીસ્ટમાં જરૂરીયાતમંદ ગરીબ નબળા વર્ગના લોકો છે તેને બાકાત કરી દેવાયા છે. લીસ્ટમાં ગેરરીતિના આક્ષેપ થયા છે. ઓફીસમાં બેઠા બેઠા નામ નકકી કરી લેવામાં આવે છે અને વગદારોના નામ આવી જાય છે.
જરૂરીયાતો તેમાંથી બાકાત રહી ગયા છે. આ યોજના ડોર ટુ ડોર સર્વે કરવામાં આવે તો ખરા હકકદારો છે તેવાઓને લાભ મળી શકે સહાય મળી શકે આ દિશામાં કલેકટર કાર્યવાહી કરે તેવી રજૂઆત કરવામાં આવી છે.
જુનાગઢના બંધાળા ગામના લોકોના જણાવ્યા મુજબ નબળા લોકોનો ઉપયોગ માત્ર મતદાન વખતે જ કરવામાં આવે છે. બાકી પાંચ વર્ષ સુધી કોઈ ભાવ પુછતું નથી કે હોદેદારો આવતા નથી.
ગ્રામસભાની પણ આવા લોકોને જાણ હોતી નથી કે કરવામાં આવતી નથી. ગ્રામ પંચાયતના ઠરાવો હોય તે અગાઉથી જ નકકી થાય છે. એસસીસી લીસ્ટમાં જેનો સમાવેશ કરવાની વાત તો ઠીક વિચારણા પણ કરાતી નથી. ગ્રામસભામાં આવેલા અધિકારીઓ પણ આંખ આડા કાન કરે છે.


Advertisement